________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨૧)
દંડમાંથી તે સ્ત્રીને જીવતી છેડાવી એક બાજુ નિરુપદ્રવસ્થાને તેને મૂકી.
આ અવસરે પૂર્વ જન્મમાં કરેલું કેઈ દારૂણકર્મ કુમારને ઉદય આવ્યું. તેને લઈ શુરવીરતાવાળા તથા દયાળુતાથી ભરપૂર આ કાર્યને અર્થ, રાજાના મનમાં વિપરીત પણે પરિણમ્યો, “હાથી કુમારે મારી નાખે.' આ સાંભળતાં જ રાજાના અધર કે પથી ફરકવા લાગ્યા. મુંજાની માફક વદન અને નેર લાલ થઈ આવ્યાં. ઘીથી સિંચાયેલા અગ્નિની માફક ક્રોધની જ્વાળાને વમતિ રાજા કુમારને કહેવા લાગ્યો.
અરે કુળપાંસન, પાપકર્મી, મારી આજ્ઞા ઉલ્લંધનાર, દુરાત્મા મારી દષ્ટિથી તું દૂર થા. મારા પટ્ટ હાથીને તું કૃતાંત (યમ) છે. પિતાના જીવને જોખમમાં નાખી પરોપકાર કરનાર પિતાના પુરુષાર્થ ના બદલામાં રાજા તરફથી આ અન્યાયકારી જવાબ મળતાં,. મહાન પરાભવથી કુમારનું શરીર બળવા લાગ્યું. તે વિચારવા લાગ્યો કે-શું મારે પિતાશ્રીને વિનય કરી તેમને શાંત કરી અહીં રહેવું ? અથવા તેમ તો નહિ જ કરવું. પિતાનું વચન ઉલંધન કરી મારે અહીં રહેવું કઈ પણ રીતે યોગ્ય નથી. અહા ! આ પરાભવ કેમ સહન થઈ શકે ? પ્રજાના માટા ભાગના રક્ષણ માટે એક હાથીને મેં વધ કર્યો તેમાં ખોટું શું કર્યું ? જાણી જોઇને પિતાની આજ્ઞાન ભંગ મેં કર્યો નથી, છતાં મારા પર આટલો બધે પિતાશ્રીને કેપ? આવો તિરસ્કાર ? નહિં નહિં અહીં, એક ક્ષણ પણ મારે રહેવું યંગ્ય નથી.
સાહસિક પુરુષે નિરાલંબન ગગન પર પરિભ્રમણ કરી શકે છે, પણ માની પુરુષો માનભંગને સહન નથી કરી શકતા. સાહસિક પુરૂષો ભીષણ સ્મશાનમાં પ્રજવળતા વન્ડિને મસ્તક પર ધારણ કરે છે પણ તે માની પુરુષો માનભંગને સહન નથી કરી શકતા. પિતાની . આજ્ઞાથી કાળકૂટ ઝેર ભક્ષણ કરવું કે તેવું જ કંઈ શુભાશુભ કાર્ય કરવું હું યોગ્ય ધારું છું પણ આ માનભંગ સહન કરે તે મને યોગ્ય નથી લાગતું. મરવું, પરદેશ ગમન કરવું કે બંધુરને ત્યાગ
For Private and Personal Use Only