________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩)
જન્મ થશે, તેની નિશાની તરીકે તારી રાણી ગર્ભ ધારણ કરવાની રાત્રીએ ઉત્તમ ધ્વજાનું સ્વપ્ન દેખશે. રાજાએ હાથ જોડી દેવીનું -વચન સારૂ તેમ થાઓ, એમ બોલી હર્ષથી તેનું વચન અંગીકાર કર્યું.
રાજાએ ફરી નમ્રતાથી કહ્યું-મહાદેવી ! આ પાળી ક્ષત્રીયોના વંશને ઉછેદ કરનાર કેવી રીતે ? તે આપ કૃપા કરી જણાવશો.
દેવીએ કહ્યું. આ કપાલી પિતનપુર શહેરને વીરસેન નામનો રાજા હતા. તેના શત્રુ રાજા રણમલે આને રાજ્યથી પદભ્રષ્ટ કર્યો હતો. રાયે ભ્રષ્ટ થતાં ડગલે ડગલે પરાભવ પામતો તે પૃથ્વીતળ પર ભ્રમણ કરવા લાગ્યો. દુઃખથી કંટાળી તે એક વખત ભ્રગુપાત (પહાડ પરથી પડી આપઘાત કરવો તે) કરવા ગયા. ત્યાં રહેલા મહાકાલ નામના યોગાચાર્યો તેને દીઠે. મરણથી પાછો હઠાવી તેને આ કપાસિક દ્રત આપ્યું છે.
પિતાના થયેલ પરાભવને બદલો લેવા માટે તેણે અનેક વાર ગુરુને વિનંતિ કરી, પિતાના મરણ સમયે તેણે રૈલોકયવિજય નામનો મંત્ર આ પાળીને આપે. અને એકસો આઠ રાજાના બલિદાન આપવાથી તે મંત્ર સિદ્ધ થશે વિગેરે વિધિ બતાવી
આ દુષ્ટ વિધાના ઉપાસક આ કપાળીએ કલિંગ દિ અનેક દેશના રાજાઓને આવા જ બહાનાઓથી મારી નાંખ્યા છે. ઈત્યાદિ સર્વ વૃત્તાંત રાજાને જણાવી દેવી અદશ્ય થઈ ચાલી ગઈ
દેવીનું દર્શન, પિતાને અજબ રીતે બચાવ, પાલીનું મરણ અને પુત્રનું વરદાન ઈત્યાદિ લાભથી હર્ષ પામતો રાજા શહેરમાં આ વ્યો. રાજા મહેલમાં આવીને પલંગ પર સૂતો કે, તરત જ રાણું ચંપકમાલ રાજા પાસે આવી, નમ્ર વચનોથી બલવા લાગી. અહે ! સુખીયાં મનુષ્ય શાંતિથી સુવે છે. રાજાએ કહ્યું. મુંદરી ! આ અવસરે આવવાનું શું પ્રજન ? વળી તારું હૃદય અત્યારે વિશેષ હર્ષવાળું જણાય છે, એ મારું કહેવું શું સત્ય છે ?
For Private and Personal Use Only