________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૨)
રાજાએ, પ્રબળ પુત્ર-ઈચ્છાથી સહસા તે કામ માથે લીધું.
કાળી ચૌદશની રાત્રીએ તે કપાળી ભેગી સહિત રાજા ભયંકર સ્મશાનમાં દાખલ થયો. કપાળીએ એક મંડળ આળેખ્યું. સકલ કરણાદિ વિધાન કરી, સ્થિર આસને બેસી મંત્ર જપવો શરૂ કર્યો.
રાજાને પિતાથી સે હાથ દૂર બેસવા ફરમાવ્યું અને બોલાવ્યા સિવાય પાસે ન આવવા આજ્ઞા કરી. રાજાએ તે પ્રમાણે તરત જ કર્યું. પણ ઉત્તરસાધકનું કામ તે પાસે જ જોઈએ છતાં મને આટલે દૂર બેસારવાનું કારણ શું ? એ શંકાથી સે હાથ દૂર ન બેસી રહેતાં રાજ ગીની પાછળ આવી, એગો શાને જાપ કરે છે તે સાંભળવા લાગ્યો. ન “દુર શાણા રત નતિ ” રાજાને મારૂં. રાજાનું બલિદાન આપું છું. વિગેરે શબ્દોને યોગીને જાપ કરતા જાણી, રાજાએ વિલંબ ન કરતાં તરતજ હુંકારવ કર્યો કે-અરે દુરાત્મા ! તું મને મારવા ધારે છે ? હમણાં જ તું સાવધાન થા. હવે હું તને છેડનાર નથી. તે શબ્દ સાંભળતાં જ કર ચિત્તવાળ કાળી કાપાનળથી પ્રજવલિત થશે. યમની બીજી જિદુવા સમાન, જમણા હાથમાં ખડગ લઈ રાજાને કહેવા લાગ્યો કે -અરે અધમ રાજા ! તું તારે મનુષ્યજન્મ સંભાળી લેજે. ઇત્યાદિ બોલતાં પ્રચંડ પરાક્રમવાળા બને જણું રૌદ્રપણે યુદ્ધ કરવા લાગ્યા. થોડા જ વખતમાં રાજાના પ્રબળ પ્રહારથી જર્જરિત થઈ યોગી જમીન પર પડશે.
એ અવસરે નેઉરના શબ્દોથી ઝણઝણાટ કરતી અને શરીરની પ્રભાથી દિશાઓને પ્રકાશિત કરતી એક દેવી રાજા પાસે પ્રગટ થઈ કહેવા લાગી. હે નરસિંહ રાજા ! ક્ષત્રિયના કુળને ક્ષય કરનાર
આ ગી-કપાળીને તે માર્યો તે ઘણું સારું જ કર્યું છે. હું તારા પર તુષ્ટમાન થાઉં છું. મારા વરદાનથી તારે ઘેર એક પરાક્રમી પુત્રનો
For Private and Personal Use Only