________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૧૦)
ભાવનાના તીવ્ર પુટથી વાસિત ચિત્તવાળા જીવો, સમગ્ર દુઃખને ઓળંધી, નરવિક્રમ રાજાની માફક ધમ તથા સુખ પામે છે.
નરવિકમ, આ ભારતવર્ષના કુરૂજંગલ દેશમાં, અમરાવતીની માફક શોભાવાળી જયંતિ નામની નગરી હતી. તે નગરીમાં સિંહની માફક અતુલ પરાક્રમી નરસિંહ રાજા રાજ્યશાસન કરતો હતો. તે રાજાને બીજા હૃદય સમાન પ્રેમ પાત્ર ચંપકમાલા નામની રાણી હતી. તેની સાથે સંસારવાસને અનુભવ કરતાં ઘણે કાળ સુખમાં વ્યતીત થયે.
એક દિવસે પાછલી રાત્રીએ રાજા જાગૃત થશે. તે અવસરે કોઈ ભાગધને આ પ્રમાણે બોલતાં સાંભળે.
નાના પ્રકારના વૈભવોનો અનુભવ કર્યો, વિષયવાસનાઓને વપ્ત કરી, પુત્રાદિ સંતતિ ઉત્પન્ન કરી અને શાખા, પ્રશાખારૂપ વંશની વૃદ્ધિ થઈ, છતાં પણ લાયક પુત્રને ગૃહનો ભાર આપીને હજી સુધી જેને ધર્મ કરવાની રૂચિ થતી નથી તેને નિર્વાણસુખ કયાંથી મળે ?”
આ માગધનાં વચન સાંભળી, રાજા પુત્રરૂપ ચિંતાના સમુદ્રમાં ડૂબવા લાગ્યા. તે વિચારવા લાગ્યો. અહા જેને પ્રતિકાર (ઉપાય) ન થઈ શકે તેટલું બધું પ્રબળ અંતરાયકર્મ મને કેવું દુ:ખ આપે છે? અનેક રૂપ, લાવણ્યતાવાળી ભારે રાણીઓ હોવા છતાં એક પણું રાણુથી હજી સુધી પુત્રને લાભ મને મળ્યો નથી. પુત્ર સિવાય આ રાજ્યરિદ્ધિ કાને આપીને હું મારા આત્મકલ્યાણને માગ સાધું ? ઈત્યાદિ ચિંતામાં પાછલી રાત્રી પૂર્ણ કરો, પ્રાત:કાળના ષમ કરી રાજ સભામાં આવી બેઠે. અને બુદ્ધિમાન પ્રધાનાદિકને બોલાવી પુત્ર ચિંતા સંબંધી પિતાની હકીકત જણાવી. પ્રધાને કહ્યું- મહારાજા!શુભાશુભ કર્મના ઉદયથી ઈનિઝ વસ્તુની પ્રાપ્તિ કે વિગ થાય છે તથાપિ મનુષ્યને ઉધમની પણ જરૂર છે. આકાશમાંથી સ્વાભાવિક
For Private and Personal Use Only