________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૦૯)
સત્તાગત કર્મ દૂર કરવાનાં કારણની ગષણ, દશ્યમાન લોકસ્વરૂપની વિચારણ, સમ્યફ શ્રદ્ધાન પ્રાપ્તિની દુર્લભતા અને તત્ત્વજ્ઞ ગુરુના સમાગમની વિષમતા, આ બાર ભાવનાઓ પ્રવચનના સારભૂત છે. પાંચ પ્રકારના જ્ઞાનાચારાદિ આચાર પાળનાર મુનિઓમાં આ ભાવનાઓ અવશ્ય હોય છે. ધર્મની આકાંક્ષાવાળા ગૃહસ્થાઓમાં પણ આંતરે આંતરે ક્ષણમાત્ર આ ભાવનાઓ હેાય છે. તે ભાવનાના બળથી ગૃહસ્થીઓને પણ સંખ્યાબંધ ભવેમાં સંચય કરેલાં અસંખ્ય કર્મોનો ક્ષય થાય છે, માટે ભવવાસના વિનાશ માટે અવશ્ય આ ભાવનાઓ વિચારવા એગ્ય છે. કહ્યું છે કે –
अधणाण कओ दाणं, न तवो सीलं च मंदसत्ताणं ।। साहीणं सम्वेसि तु भावणा सुद्धहिययाणं ॥ १ ॥
નિર્ધન મનુષ્યો દાન ક્યાંથી આપે ? મંદ-હીન સત્વવાળા જીવોમાં તપશ્ચર્યા કે શિયળ કયાંથી હોય? ત્યારે ભાવના તે શુદ્ધ હદયવાળા સર્વ જીવોને (વિચારવાની) પોતાને સ્વાધીન છે.
સમ્યક્ત્વ કે મેક્ષનું પરમ કારણ યાને બીજભૂત છે. તે પણ એક ભાવવ્રત છે. સિદ્ધાંતમાં આ વાત પ્રસિદ્ધ છે કે, જરાત્તિ ad. શુભ પરિણામ તે સમ્યકત્વ છે.
નરક અને તિર્યંચ, દેવ અને માને, સુખી અને દુઃખી. આંધળાં અને બહેરાં. સામાન્ય રીતે સર્વ છાનાં પાપહરણ કરનાર ભાવના ધર્મ છે.
સુદર્શના ! તેં પણ પૂર્વેના ભવમાં ભાવથી નિયમ પાળતાં. આ જન્મમાં ઉત્તમ કુળાદિથી લઈ ગુર્નાદિકને સંગ અને જાતિસ્મરણાદિ આત્મસાધનામાં ઉપયોગી સામગ્રી મેળવી છે. વધારે " भावणा भावियचित्तो सत्तो लंधितु सयल दुखाई॥
धम्मसुहं च लहई नरविक्रमनिवुव ॥ १ ॥ ૧૪
For Private and Personal Use Only