________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૭)
સુર અસુરાદિ સહિત ત્રણ ભુવન ભયથી કંપાયમાન થઈ, દીનપુખ બની રહ્યું છે તે આપ કેપને ઉપશમ કરો, ઉપશમ કરો.
દેવ સંબંધી વચને સિવાયની આ સર્વની વિજ્ઞપ્તિ તે મુનિના શરીરની ઊંચાઈ આગળ નિરર્થક જેવી હતી, છતાં પગને સ્પર્શ થતો જાણું તેણે પિતાની દૃષ્ટિ નીચી કરી. પિતાના ચરણ આગળ આકુળવ્યાકુળ થતે ઉભેલો સંધ તેના જેવામાં આવ્યો. સંઘ તથા લોકોને જોતાં જ કરુણાસાગર મહાભાગ વિનુકુમાર મુનિ ઉપશાંત થઈ, પાછી વળેલી સમુદ્રની ભરતી સમાન સહજ સ્વરૂપે થઈ રહ્યા.
શ્રી સંઘના અનુરોધથી તે પાપી નમુચીને મુનિએ જીવતો મૂકી દીધો, છતાં મહાપદ્મ રાજાએ તેને દેશપાર કર્યો.
સમુદ્ર પર્વતની પૃથ્વી ત્રણ પગથી આક્રમણ કરી, તેથી વિશ્વનુકુમાર મુનિનું ત્રિવિક્રમ નામ દુનિયામાં પ્રસિદ્ધિ પામ્યું. . આ પ્રમાણે જિનશાસનની ઉન્નતિ કરી, આલોચી, પ્રતિકમી, મહાત્મા વિષ્ણુકુમાર મુનિ ગુરુની સાથે વિહાર કરવા લાગ્યા. તીવ્ર તપશ્ચરણમાં ઉધમ કરી ઘણા વર્ષ શ્રમણપણું પાળ, વિમળ કેવળજ્ઞાન પામી, વિનુકુમાર શાશ્વતસ્થાન (મેક્ષ) પામ્યા. આ કિલષ્ટ કર્મ તોડવા માટે ઓછી વધુ સર્વને તપગુણની જરૂરીયાત છે. ધ્યાનાદિને સમાવેશ પણ તપોગુણમાં થાય છે, માટે તમારે પણ યથાશકિત તપશ્ચરણમાં પ્રયત્ન કરે.
તપેગુણના વર્ણનવાળી ધર્મદેશના આપી વિજયકુમાર મુનિ મૌન રહ્યા. એટલે સભાના લોકોએ યથાશક્તિ તપશ્ચરણ કરવાને અભિગ્રહ લીધે. વખત ભરાઈ ગયો હોવાથી ગુરૂશ્રીના નામને વિજયઘોષ કરી ગુરુને નમન કરતાં લોકો પોતપોતાના કર્મમાં લાગી ગયાં.
નિત્યની માફક આનંદમાં રાત્રિ પસાર કરી વિશેષ બેધ લેવાના જિજ્ઞાસુ સભાસદો પાછા પ્રાતઃકાળમાં ગુરુશ્રી સન્મુખ આવી બેઠા.
For Private and Personal Use Only