________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૦૬)
તે અસરાઓ વિનુકુમાર મુનિના કાન આગળ ઊભી રહી અતજ્ઞાનના રહસ્યવાળું, ગાંધાર સ્વરથી મધુર સ્વરે ગાન કરવા લાગી.
कोहेण जिया दजति तहय मुजंति अप्पकन्जेसु ॥ इहयं परथ्थ नरए वचति अणंतदुहभरिए ॥ १ ॥
હે મુનિ ! ક્રોધ કરવાથી જ આ જન્મમાં ( ક્રોધથી) દગ્ધ થાય છે. તેમજ આત્મકાર્યમાં મુંઝાય છે. અન્ય જન્મમાં અનંત દુઃખથી ભરેલા નરકમાં જાય છે.
जं अजियं चारितं देसूणाए वि पुषकोडीए ॥ तंपि कसाइयमिचो हारेइ नरो मुहुत्तेण ॥१॥
કાંઈક ઊણુ પૂર્વક્રોડ વર્ષો પર્યત પ્રયત્ન કરી મનુષ્યોએ જે ચારિત્રરૂપ ધન ઉપાર્જન કર્યું હોય છે તે પણ, કષાય માત્ર કરવાથી એક અંતમુહૂર્તમાં હારી જાય છે.
પરિતાપ ઉત્પન્ન કરનાર, સર્વને ઉગ આપનાર, વૈરની પરંપરા વધારનાર અને ભવોભવમાં દારૂણ વિપાક આપનાર ક્રોધને તમે ત્યાગ કરે. હે મહર્ષિ ! જ્ઞાન, ધ્યાનને સર્વથા વિરોધી ક્રોધ સર્વથા ત્યાગ કરી ઉપબિત થા. અમારા પર ક્ષમા કર. મુનિએ ક્ષમાવાન હોય છે. આ પ્રમાણે ઉપશમ સારવાળાં વચનો બેલતાં વિદ્યાધરો, અસુરે અને કિન્નરીઓ વિગેરે તેની આગળ નૃત્ય કરતા જ્ઞાન કરવા લાગ્યા.
એ વેળાએ ભયથી સંબ્રાંત થયેલ મહાપદ્મ રાજા ત્યાં આવ્યા. મસ્તકથી મુનિના પગને સ્પર્શ કરી ખમાવવા લાગ્યા.
હે ભગવન ! નમુચી, દુર્મતિ, ક્રર અધ્યવસાયવાળે, સંઘને પ્રતિપક્ષી યાને વિરોધી છે તેની મને ખબર ન હતી. મેં શ્રી સંઘને મહાન અપરાધ કર્યો છે. ક્ષમા કરે. મારા પર પ્રસન્ન થાઓ. હું પણ તમારે સેવક છું. તમારે શરણે આવ્યો છું. હે નાથ ! આ
For Private and Personal Use Only