________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧૧)
પાણી પડે છે. તેમજ જમીન દવાની મહેનત કરવાથી પણ પાણી મેળવી શકાય છે, માટે પુત્ર ઉ૫તિ નિમિત્તે દેવનું આરાધન, ઔષધીથી સ્નાન, મૂળ-જડી-બુટ્ટી વિગેરેનું ભક્ષણ, અને અમુક વસ્તુનું પાન કરવું ઈત્યાદિ અનેક ઉપાય છે. તે કામે લગાડતાં કે ઉપાય કોઈ વખત કાર્ય સિદ્ધ કરનાર થઈ પડે છે અને કર્મની વિપરીતતાથી કઈ વખત પ્રયત્ન નિષ્ફળ પણ થાય છે.
મહારાજા ! આપ પણ આ ઉપાયો કામે લગાડો-ઉપાય કરતાં કાર્ય સિદ્ધ ન થાય તો પછી મનુષ્યોને શું દોષ છે ?
મહારાજા ! મેં સાંભળ્યું છે કે કોઈ શિવ નામનો ગી હમણાં કેટલાક દિવસથી આપણું શહેરમાં આવ્યો છે. તેણે પોતાના ચમત્કારિક વિજ્ઞાનથી લોકોને આશ્ચર્યમુગ્ધ કરી દીધા છે. તેમ તે કેટલીક સામર્થતા પણ ધરાવે છે, તે પુત્ર ઉત્પત્તિ નિમિરો તેને કાંઈ પૂછવું જોઈએ. બીજા પ્રધાને પોતાનો અભિપ્રાય જણાવ્યો.
રાજાએ આદરપૂર્વક તે યોગીને સભામાં બેલાવ્યો અને નમ્રતાથી પ્રશ્ન કર્યો કે,-સ્વામીજી! આપ ક્યાંથી આવે છે ? અને કઈ તરફ જવા ધારે છે ?
યોગી--હું હમણું શ્રી પર્વતથી આવું છું અને ઉત્તરાપથમાં જાલંધર તરફ જવા ધારું છું. રાજા-અમને કાંઈપણ ચમત્કાર બતાવશે ?
ગીએ તરત જ અગ્નિસ્થંભ કરવા પ્રમુખ કેટલાક પ્રયોગો કરી બતાવ્યા.
રાજા–આ બાલક્રીડા જેવા પ્રયોગથી અમને સંતોષ થઈ શકે તેમ નથી. પુત્રપ્રાપ્તિ થઈ શકે તેવો કોઈ ઉપાય હોય તો બતાવે.
ગી–-ઓહો ! તે કામ મને શું ગણતરીમાં છે? પણ મંત્રસિદ્ધિથી તે કામ થઈ શકે તેમ છે. મંત્રસિદ્ધિ માટે ઉત્તરસાધકની જરૂર અગત્યની છે. તે ઉત્તરસાધક તરીકે તમે થાઓ તે આ કામ જલ્દીથી સિદ્ધ થાય.
For Private and Personal Use Only