________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૨૯ મું
ભાવધર્મ
तक्काविहूणो विजो लखणहीणोय पंडिओ लोए ॥ भावविह्वणो धम्मो तिभिवि गुरुई विडंबणया ॥१॥ इकोचिय सुहभावा होइ धुवं दाणसीलं तवहेउ । जं धम्मो मारविणा कस्सइ कझ्यावि न हु होइ ॥ २॥
તર્ક વિનાને વૈધ, વ્યાકરણ શાસ્ત્ર ભણ્યા વિનાને પંડિત અને ભાવ વિનાને ધર્મ- આ ત્રણે પણ, લેકમાં મહાન વિડંબન સમાન છે.
એક શુભ ભાવ જ નિચે દાન, શીયળ અને તપનું કારણ છે કેમકે ભાવ વિનાને ધર્મ કોઈને કોઈ પણ વખત હોતો જ નથી. ભાવ સિવાય કેવળ દાન, શીયળ કે તપાદિનું ચિરકાળ પર્યત સેવન કર્યું હાય તથાપિ તે આવળના પુષ્પની માફક નિરર્થક છે. ભાવ સિવાયનું ઘણું કાળનું પણું ચારિત્ર, અજ્ઞાન તપની માફક અસાર છે. તે જ ભાવ સહિત હેય તો થોડા વખતમાં નિર્વાણપદ આપે છે. ભાવ શબ્દને સામાન્ય અર્થ વીતરાગ દેવના કહેલ વચન ઉપર શ્રદ્ધાન રાખવું યા તેને બરાબર સવારૂપ સમ્યકત્વ-એ થાય છે, તથાપિ બાર ભાવનાનુસારે વર્તન કરવું એ તેને વિશેષ અર્થ છે.
પૌગલિક પદાર્થોની અનિત્યતા, કર્માધીન છની અશરણતા, સંસારની વિચિત્રતા, સુખ દુઃખાદિ ભેગવવામાં એકાકીપણું, ચૈતન્યની એક એકથી ભિન્ન સ્વભાવતા, શરીરની અશુચિતા, શુભાશુભ કર્મ અાગમનના કારણની વિચારણા, શુભાશુભ કર્મ રોકવાના ઉપાય, પૂર્વ
For Private and Personal Use Only