________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧૫)
છતાં પ્રબળ પ્રયત્ન કરનાર ધીરપુરૂષોને ઉત્તમ આલંબનની મદદથી સુબે તરી શકાય તે પણ જણાય છે. શીળવતીએ જણાવ્યું. હા પુત્રી ! આ સંસારનું તેમજ સમુદ્રનું કેટલીક રીતે સાદસ્થપણું સંભવી શકે છે. છતાં જેમ ઉત્તમ નિયામકની અને જાતાજની મદદથી આ સમુદ્રનો સુખે પાર પામી શકાય છે તેમ મનુષ્ય શરીર અને ઉત્તમ સદગુરૂની મદદથી સંસારનો પણ પાર પામી શકાય છે.
આ પ્રમાણે વાર્તાલાપ કરતાં, સમુદ્રની ગંભીરતાના સંબંધમાં કાંઈક ઊંડા વિચારમાં પડી. આત્મજાગૃતિના સંબંધમાં નવીન અજવાળું પાડે છે, તેવામાં દૂરથી વિમળ નામને પહાડ નિર્યામકોની નજરે પડે. અને છેડા વખતમાં તો તે વહાણે વિમળ પર્વતની નજીકમાં આવી પહોચ્યાં.
નિર્યામકેએ વહાણે ત્યાં જ થંભાવી ઉભા રાખ્યાં. સેવકોને હુકમ કર્યો કે, પાણી, ઈવણ વગેરેનો સંગ્રહ કરે હોય તેટલો કરી લો. ઇંધણ, પાણીના કાર્ય પર રાખેલા સેવકો તકાળ નાની નાની ના દ્વારે વાહાણથી નીચા ઉતરી વિમળ પર્વત ઉપર ઈવણદિકને સંગ્રહ કરવા માટે ચડવા લાગ્યા.
સુદર્શનાએ શીળવતીને પ્રશ્ન કર્યો. અમ્મા ! આ સમુદ્રની અંદર નાનાં વનોથી આચ્છાદિત થયેલ આ રમણીક પહાડ દેખાય છે તેનું નામ શું છે?
શીળવતીએ પ્રત્યુત્તર આપતાં જણાવ્યું કે, પુત્રી ! મારું હરણું ' કરીને વિધાધર મને જે પહાડ પર લઈ આવ્યો હતો તે જ આ વિમળ નામનો પર્વત છે.
સુદર્શનાએ જણાવ્યું. અમ્મા ! જે તેજ આ પહાડ છે, તે તે સ્થળ માટે વિશેષ પ્રકારે દેખવું છે. માટે તમે સાથે ચાલો. આપણે આ પહાડ ઉપર ચડી તે સ્થળ દેખીએ સુદર્શનાનો વિશેષ આગ્રહ જાણી, શીળવતીએ તેમ કરવાની હા કહી. તરતજ વહાણ પરથી
For Private and Personal Use Only