________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૩)
હા ! હા! કામી સ્ત્રીઓનાં ચિત્ત નિરંતર મલીન હેય છે. શાસ્ત્રકાર કહે છે કે –
असुइसं आलियत्तं नित्सितंच वंचगतंच ॥ अइ कामासत्चित्तं एयाणं महिलिया ठाणं ॥१॥
અશુચિપણું, અસત્ય બોલવાપણું, નિર્દયપણું, ઠગવાપણું અને કામમાં (વિષયમાં) અતિ આસક્તિપણું આ દાનું સ્થાનક સ્ત્રીઓ છે?
અહા ! નીચ સ્ત્રીઓની સોબતથી મરણ, પરદેશ ગમન, દારિદ્ર, દૌર્ભાગ્ય, બંધન અને સંસાર પરિભ્રમણની પ્રાપ્તિ થાય છે. અરે ! આ વાત હું કદાચ મારા પાલક પિતાને જઈને કહુ તો તે પણ આ વાત સાચી માનશે નહિ. કેમકે સ્ત્રીઓના લીલા વિલાસવાળાં લાલિત્ય વ ચને ઉપર મનુષ્યોને વિશ્વાસ બેસે છે, તેટલો વિશ્વાસ યુવાન પુરૂ
નાં વચન પર આવતું નથી. હવે જે હું અહી રહેવાનું કરું છું તે માટે વિરોધ થવાનો સંભવ જણાય છે, અને જે જવાનું કરું છું તે, નિરંતરને માટે આ નગરીને ત્યાગ કરવો પડે છે. એક બાજુ વાધ અને બીજી બાજુ નદી જે ન્યાય અત્યારે મારા સંબંધમાં બને છે. આ ઠેકાણે હવે મારે શું કરવું.?
વિચાર કરતાં એ નિર્ણય થાય છે કે, આંહી રહેતાં, રાણીની પ્રેર. ણાથી મને મારા પાલક પિતા સાથે વિરોધમાં કે, યુદ્ધમાં ઉતરવાને પ્રસંગ આવશે. માટે ધર્મ, અર્થમાં વિદ્ધ કરનાર આ વિરોધને મારે પ્રયત્ન પૂર્વક ત્યાગ કરવો જોઈએ કહ્યું છે કે –
कोहाविठो मारइ लोहासत्तोय हरइ सबस्सं । माणिल्लो सोयकरो मायावीडसइ सप्पोव्व ।। १ ।।
ક્રોધના આવેશવાળ ને મારી નાખે છે. લોભમાં આસકત સર્વસ્વ હરી લે છે. અભિમાની શક કરાવે છે અને ભાયાવી (કપટી) સર્ષની માફક હસે છે
For Private and Personal Use Only