________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૩)
નહિં. કુળના કાંકની પરવા ન કરતાં અસંભવનીય દોષની સંભાવના કરી અજ્ઞાન અંધતાથી ભાર ઉદયન વિચાર ન કર્યો. આસન પ્રસવવાળી રાણીના ઉપર મેં એવું દુરાચરણ કર્યું છે કે તેવું હું ચિંતવી પણ ન શકું તે કેવી રીતે બેલી શકું? અપવિત્રતાના ઉકરડા સમાન મારું મુખ દેખાડવાને પણ હું અસમર્થ છું.
પ્રધાન! મારે માટે શહેરની બહાર ચિતા રચા, તેમાં પ્રવેશ કરી હું દુરાત્મા, મારા પાપી પ્રાણુને ભસ્મીભૂત કરૂં.
અકસમાત રાજાના મુખથી નીકળતા આ વચને સાંભળી, પરિજને આ શું થયું? રાજા શું કહે છે. તે સંબંધમાં શૂન્ય મનવાળા થઈ પિક મૂકી રડવા લાગ્યા.
છેડા જ વખતમાં રાણીના અમંગળની વાત નગરમાં ફેલાણું, ખરેખર રસવૃત્તિથી-ઉતાવળની કરેલા કાર્યનું દુઃખમય પરિણામ હૃદયમાં શલ્ય તુલ્ય સાલે છે. આ જ કારણથી વિચારપૂર્વક કાર્ય કરવા માટે મહાન પુરૂષો વારંવાર બોધ આપે છે.
લોકો રાજાને ફીટકાર કરવા લાગ્યા, સ્વજન લોકો તેણીના ગુણ સંભારી રડવા લાગ્યા. રાણું ઉપરના આ જુલમથી આખા શહેરમાં હાહાકાર વર્તાઈ રહ્યો. રાણીના વિયોગો મનુષ્યના આકંદના શબ્દો, નિબુર હદયના મનુષ્યને પણ રડાવે તેવા હતા. આથી રાજાને વિશેષ ઉગ થશે.
રાજા - મંત્રી ! શા માટે તમે વાર કરે છે ? મારા હૃદયમાં થતી વેદનાથી તમે અજાણ્યા છે, આ કઠેર હદય કૂટતું નથી તેથી તમે મને નિપુર ન સમજશે, મારે માટે ચિતા તેરાર કરાવે.
રાજાના આ શબ્દો સંભન્ન-મંત્રી, સ્વજન અને પ્રજાવ રૂદન કરતાં રાજાને કહેવા લાગ્યા. દેવી દાઝયા ઉપર વળી આ ફેલો શા માટે પાડે છે? વગર વિચારથી કરાયેલ કાર્યનું વિપરીત પરિણામ તે અનુભવીએ છીએ. તેટલામાં ફરી પાછું તમે આ શું કરવા ધારો છો? જયહિત અને કાયર મનુષ્ય થવાનને શરણે જાય છે જ્યારે
For Private and Personal Use Only