________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭)
ત્પન્ન કરતા રાજા રાણીએ મહેલમાં પ્રવેશ કર્યો. રાજાએ આખા શહેરમાં વધામણું કરાયું. ધ્વજા, પતાકાથી શહેર શણગારાયું. બંદીવાને છોડી મૂક્યા. ગરીબ અપંગ મનુષ્યોને દાન આપ્યું. રાજા મરણથી નિવૃત્ત થયા. રાણું મળી આવી. પાટવી કુમારને જન્મ થયો. આવા એકી સાથે ત્રણે આનંદથી શહેરની તવારીખમાં તે દિવસ સોનેરી અક્ષરોથી લખાયે. બારમે દિવસે કુમારનું પૂર્ણ કલશ નામ આપ્યું. ગિરિકંદરામાં ઉત્પન્ન થયેલા ચંપકની માફક નિરુપદ્રવપણે રાજકુમાર વૃદ્ધિ પામવા લાગ્યો.
આ બાજુ નીતિપૂર્વક રાજ્યનું પાલન કરતાં કેટલાંક વર્ષો વ્ય તીત થયાં. રાજકુમાર વિન વય પામ્યો.
રાજા રાણીને પ્રતિબંધ પામવાનો અવસર જાણું અમીતતેજ ગુરૂ પ્રામાનુગ્રામ વિહાર કરતાં દેવશરણુ ઉધાનમાં આવી ઉતર્યા.
રાજારાણી સપરિવાર વંદન કરવા આવ્યાં. ગુરુશીએ ધર્મદેશના ને પ્રારંભ કર્યો. - રાજન ! માનવક્ષેત્ર, આર્યભૂમિ, મનુષ્યજન્મ, નિરોગી શરીર, વિચારશક્તિ, દેવગુરુને સમાગમ અને ધર્મશ્રદ્ધાન-આ એક એક સામગ્રી ક્રમે ક્રમે દુર્લભ છે. રત્નભૂમિની માફક આ દુર્લભ સામગ્રી તને મળી ચૂકી છે. રાનખાણમાંથી ચિંતામણી રનની માફક ચારિત્રરત્ન મેળવવું સુલભ છે, માટે રાજા જાગૃત થા, પ્રમાદ નિદ્રાનો ત્યાગ કર. આયુષ્ય અ૮૫ છે. વખત થોડો છે. વિને અનેક છે. વિલંબ કરવાને વખત નથી. - ઈત્યાદિ ગુરવાનું શ્રવણ થતાં રાજા જાગૃતિમાં આવ્યો. ચારિત્રાવરણું કર્મોએ માર્ગ આપે. મોહ ઓછો થશે. સંવિગ્ન થઈ રાજા શહેરમાં આવ્યું. પૂર્ણકલશ પુત્રને રાજ્યાભિષેક કરી અમીતતેજ ગુશ્રી પાસે રાજા, રાણું બન્નેએ ચારિત્ર ગ્રહણ કર્યું. નિર્મળ ચારિત્ર પાળી છેવટે શારીરિક તથા માનસિક સંખણું કરી બન્ને જણ ૧૩
For Private and Personal Use Only