________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧)
મદદ ઈચછે તો બીજાને તમે મદદ આપે. તમે સુખ ઇચ્છે છે તે બીજાને સુખી કરે. ઈત્યાદિ ટૂંક પણ ગંભીર પરમાર્થવાળો ઉપદેશ શ્રવણુ કરી, ચંદ્રયશા રાણું સહિત રાજાએ દ્વાદશત્રતરૂપ ગૃહસ્થધમ અંગીકાર કર્યો. ગુરૂને નમસ્કાર કરી રાજા, રાણે શહેરમાં આવ્યાં અને સગ્ય રીતે ધર્મનું પાલન કરવા લાગયાં. ગુરૂ પણ અન્યત્ર વિહાર કરી ગયા.
રાણી ચંદ્રયશા, અષ્ટમી, ચતુર્દશી આદિ પર્વને દિવસે શુકને સાથે લઈ, જિનેશ્વરનાં દર્શન પૂજન કરવા નિમિતે મંદિર જતી હતી. ત્યાં વિધિપૂર્વક ચિત્યવંદન કરી, નવીન નવીન સ્તુતિઓ શુક પાસે બોલાવી ભગવાનની સ્તુતિ કરતી હતી. એક દિવસે કાર્યપ્રસંગને લઇ રાણ પ્રભુ દર્શનાર્થે જઈ ન શકી. નિરંતરના અભ્યાસને લઈ શુક પ્રભુદર્શ નને માટે ઉત્સુક થયો. કોઈ પ્રયોગથી પાંજરાથી બહાર નીકળી તે એક્લો જિનમંદિર આવે. પ્રત્યેક જિનબિંબને વંદના કરી, પરમ ભક્તિથી સ્તવના કરી તે પાછો રાણી પાસે આવ્યો. પોતાની રજા સિવાય શુકને અન્ય સ્થળે ગયે જાણી રાણીને ઘણે ગુસ્સો આવ્યો. પિતાના ધર્મને ભૂલી જઈ, ક્રોધાંધ રાણીએ બીચારા નિરપરાધી પિપટને નાના પ્રકારની તાડના તર્જના કરી, સહસા તેની બને પાંખને ભરડી નાંખી. થોડીવારે ક્રોધને નિશા શાંત થયો, રાણીને ઘણે પશ્ચાત્તાપ થયો, પિતાના કાર્યની નિંદા કરવા લાગી પણ તેથો બગડી વાત સુધરવાની તો ન હતી જ,
પિતાની પાંખ કપાયાથી શુકરાજને ઘણું દુઃખ થયું. તેના મને મનમાં જ રહ્યા. તિર્યંચની ગતિ અને તેમાં વળી આવી પરાધીનતા તેને તે ધિક્કારવા લાગ્યો. શાણુ શુકે પાંખ કપાયા છતાં શુભ પરિણામને કપાવા ન દીધા, પૂર્વકર્મને દોષ આપી આવા કલીe કમ કાપવાને સાવધાન થયો. જિનેશ્વર ભગવાનના ધ્યાનમાં જ પાખની અસહ્ય વેદનાથી પોપટ મરણ પામ્યા. શુભ અધ્યવસાયવાળો શુક સૌધમ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયો.
For Private and Personal Use Only