________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯૨ )
પિતાના અકાર્યને પશ્ચાત્તાપ કરતી રાણે તે દિવસથી ધર્મક્રિયામાં વિશેષ સાવધાન થઈ શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધધર્મનું આરાધન કરી કાળક્રમે મરણ પામી, રાજા રણું બને સૌધર્મ દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયાં.
નરચંદ્ર રાજાને છવ તે દેવલોકથી આવી અહીં શંખરાજાપણે ઉત્પન્ન થયે, રાણું ચંયશાને જીવતું પતે કળાવતી છે, અને વયણસાર પોપટને જીવ આ કળાવતીને પુત્ર જેનું નામ પૂર્ણકળશ રાખવામાં આવશે તે છે, પુન્યના ઉદયથી તે તમને સુખના કારણરૂપ થયો છે.
કળાવતી! જિનદર્શન ઉપરના ( પોપટના નિમિત્તથી ઉત્પન્ન થયેલ) મત્સર ભાવથી અને પિપટની પાંખ કાપતાં પ્રાણાતિપાતવિરમણ વ્રતમાં ખલના પામવાથી આ તમારી ભુજાઓ પણ છે. આ અને પાછલા જન્મના નિર્મળ શિયળગુણથી લોકોને આશ્ચર્ય કરનાર કપાએલી ભુજાઓ પાછી નવીન પ્રાપ્ત થઈ છે.
પૂર્વભવને સાંભળી રાજારાણું ભવભયથી ઉદિન થયાં. હાથ જોડી તેમણે ગુરુશ્રીને કહ્યું. પ્રભુ ! આ સંસારબંદીખાનાથી અમે વિરકત થયાં છીએ એટલે આ ચારિત્રનું શરણુ લેવાની અમારી પૂર્ણ ઇચ્છા છે તથાપિ આ બાળકુમાર રાજ્યધુરાને માટે અત્યારે તદ્દન અશકત છે એમ ધારી તેટલા વખતને માટે અમને ગૃહસ્થપણાને લાયક ગૃહસ્થ ધર્મ આપો. અવસરે શ્રમણધમ સ્વીકારીશું, ગુરુ મહારાજે પણ તેમની અત્યારની યોગ્યતા દેખી બનેને ગૃહસ્થ ધર્મ પ્રહણ કરાવ્યો. ગુરૂને નમસ્કાર કરો રાજા રાણીએ શહેરમાં પ્રવેશ કર્યો.
ધર્મપ્રાપ્તિથી રાજા રાણી અને રાજારાણીની પ્રાપ્તિથી પ્રજાને અત્યંત આનંદ થયો. મંગલ સૂર્યના ઉદ્દામ શબ્દો દિગંત પર્વત ફેલાવા લાગ્યા. કવિ કહે છે-આ વાજિંત્રના શબ્દો ન હતા પણ શીયળિના પ્રબળ માહાસ્યને પડ વાજતો હતો. રાણીના શીયળ ગુણની પ્રશંસા કરતાં લોકોનાં ટોળાં રસ્તા પર ઉભાં હતાં. લેકને આનંદ ઉ.
For Private and Personal Use Only