________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫)
૬ કષાય, ઈન્દ્રિય, મન, વચન, કાયાને યોગ અને સ્ત્રી મનુષ્યાદિકને સંયોગ આ સર્વ ઓછો કરવા. આ બાહ્યતપ કહેવાય છે. આ તપ સામાન્ય મનુષ્યો પણ કરી શકે છે તેમ લોકોના દેખવામાં પણ આવે છે માટે તેને બાહ્યતપ કહ્યો છે.
અત્યંતર તપ ૧ પિતાથી કોઈ પાપ થઈ ગયું હોય તેનું ગુરુ. આદિ પાસે પ્રાયશ્ચિત્ત લેવું. ૨ ગુણવાનને વિનય કર. ૩ ગુણી મનુષ્યની વૈયાવચ્ચ–ભક્તિ કરવી. ૪ નવીન જ્ઞાન ભણવું. ભણેલાનું સ્મરણ કરવું. ૫ ધ્યાન કરવું. ૬ કાસગ કર યા શરીરાદિ ઉપરથી મમત્વ દૂર કરો યા રાગદ્વેષનો ત્યાગ કરે-આ છ પ્રકારે અત્યંતર તપ કહેવાય છે.
વૈધો જેમ ઔષધ કે મંત્રવડે ઝેરને દૂર કરે છે. ઉતારે છે તેમ તત્ર રસવાળાં ઝેર સમાન દુષ્ટ કર્મો આ બંને પ્રકારની તપશ્ચર્યા૩૫ મંત્ર કે ઔષધીથી દૂર થાય છે.
હજારો વર્ષ પયત દુઃખ ભોગવીને નારકીના છ જેટલું કર્મ ખપાવે છે તેટલું કર્મ શુભભાવે એક ઉપવાસ કરીને મનુષ્ય ખપાવી શકે છે, અસંખ્ય ભનાં એકઠાં થયેલાં કર્મો તપશ્ચર્યા વિના ખપાવી શકાતાં નથી. શું દાવાનળ વિના મહાન અટવી બાળી શકાય છે? શાસ્ત્રમાં કહ્યું છે.
सब्बासिपडीणं परिणामवसा उवकमो भणिओ ।। पायमनिकाइयाणं तवसा उ निकाइयाणपि ॥ १॥
પરિણામના વશથી સર્વ કર્મપ્રકૃતિઓનો ઉપક્રમ (ફેરફાર યા નાશ) શાસ્ત્રમાં કહ્યો છે, પણ તે પ્રાયે અનિકાચિત પ્રકૃતિ હોય તે જ, ત્યારે તપશ્ચર્યા કરવાથી તે નિકાચિત કર્મપ્રકૃતિઓને પણ ક્ષય થઈ શકે છે.
જાતિ, કુળ, રૂ૫, બુદ્ધિ, વજન, અને લક્ષ્મીરહિત છતાં તીવ્ર તપશ્ચર્યા કરનારની (નંદીષેણની માફક) દેવો પણ ભકિત બહુમાનથી
For Private and Personal Use Only