________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮)
વચમાં બોલી ઊઠયો. અરે ગર્વિષ્ટ ! ગુરુમહારાજ તે તમને પ્રત્યુત્તર આપશે જ પણ મારા જેવા તેમના અનુચરે પણ તમારા પ્રશ્નને ઉત્તર આપવાને સમ
પણ તમારા પ્રશ્નને ઉત્તર આપવાને સમર્થ છે, માટે તમે પૂર્વપક્ષ ગ્રહણ કરો. તેને ઉત્તર આપું છું.
પ્રધાન તમે શ્રુતિથી બાહ્ય છે તેમજ અશુચિવાનું છે, તેથી તમારી સાથે મારા જેવાએ બેલવું પણ યોગ્ય નથી, તો વાદની તો વાત જ શી કરવી ?
ક્ષુલ્લક-તમારી માન્યતાવાળાં શાસ્ત્રના આધારે જ અમે બ્રાહ્મણ છીએ. તેમજ પવિત્ર છીએ. હું તે જ બતાવી આપું છું. તમે સાવધાન થઈને સાંભળો. શાસ્ત્રમાં બ્રાહ્મણનું સ્વરૂપ શું કહ્યું છે ?'
सत्यं ब्रह्म तपो ब्रह्म ब्रह्मथेंद्रियनिग्रहः॥ સર્જતા ત્રહ્મ ઇતરત્રહ્માસ્ત્રમi ?
સત્ય બોલવું તે બ્રહ્મ છે. તપ કરે તે બ્રહ્મ છે. ઈદ્રિયોને નિગ્રહ કર તે બ્રહ્મ છે અને સર્વ ભૂત-પ્રાણીઓની દયા કરવી તે બ્રહ્મ છે. આ લક્ષણે જે મનુષ્યમાં હોય તે બ્રાહ્મણ છે.
આ ચારે લક્ષણે અમારામાં છે માટે અમે જ બ્રાહ્મણ છીએ. (પવિત્રતાનું લક્ષણ તમારા શાસ્ત્રમાં આ પ્રમાણે કહ્યું છે. )
पंचैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणां ।।
अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनं ।। १॥ છની હિંસા ન કરવી. ૧. સત્ય બોલવું ૨. ચેરી નહિં કરવી. ૩. સર્વ દ્રવ્યાદિને ત્યાગ કરે. ૪ અને બ્રહ્મચર્ય પાલન કરવું. ૫-આ પાંચ સર્વ ધર્મ આચરણ કરવાવાળાઓનાં પવિત્ર છે.
આ પાંચ પવિત્ર અમારામાં લેવાથી અમે નિરંતર પવિત્ર છીએ. (બ્રાહ્મણની જાતિમાં જન્મે તેને જ બ્રાહ્મણ કહે તે કાંઈ નિયમ નથી) શાસ્ત્ર શું કહે છે?
For Private and Personal Use Only