________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭) જન્મ આપ્યો. નાના પ્રકારની કળાઓમાં પ્રવીણ થઈ અને કુમાર યુવાવસ્થા પામ્યા. વિષ્ણુકુમાર રવભાવથી જ વિષોથી પરામુખ અને રાજ્ય ગ્રહણ કરવામાં અનાદરવાળો હતો. આ કારણથી રાજાએ મહાપદ્યકુમારને યુવરાજપદે સ્થાપન કર્યો.
એ અરસામાં અવંતિ નગરીમાં શ્રીવ રાજા રાજ્ય કરતો હતો. તેને નમુચી નામને પ્રધાન હતો.
એક વખત મુનિસુવ્રત તથધિપતિના શિષ્ય સુવતાચાર્ય નામના આચાર્ય અનેક શિષ્યના પરિવારે નગરી બહાર ઉધાનમાં આવી ઉતર્યા. તેમને વંદન કરવા નિમિત્તે જતાં અનેક મનુષ્યને દેખી રાજાએ પ્રધાનને પૂછ્યું. આ સર્વ લોકો ક્યાં જાય છે ? તેણે કહ્યું-રાજન ! નગરના ઉધાનમાં કેટલાક શ્રમણે આવી રહ્યા છે. તેમને વંદન કરવા માટે આ સર્વ મૂઢ લેકો જાય છે. રાજાએ કહ્યું એમ કેમ ? તેઓ મૂઢ શા માટે ? હું પણ તે ગુરુ પાસે ધમં શ્રવણ નિમિત્તે જઈશ.
પ્રધાને કહ્યું. નહિ મહારાજ ! તેઓ શું જાણે છે ? કાંઈ -નહિ, હું જ આપને અહીં ધર્મ સંભળાવું.
રાજાએ કહ્યું. નહિં, નહિં, તે ગુરુ પાસે જ જઈશું.
મંત્રીએ કહ્યું. આપની જેવી મરજી. ત્યાં જઈને આપ મધ્યસ્થભાવે રહેજે. વાદની અંદર તે સર્વ શ્રમણોને હું પરાજય કરીશ. આ પ્રમાણે નિશ્ચય કરી રાજાની સાથે પ્રધાન ઉધાનમાં આવ્યું. મંત્રી ઉદ્ધતાઈથી ગુરૂશ્રીને ઉદ્દેશીને બોલ્યો. શું આજ વ્રતધારી છે કે ? ગુરુશ્રીએ ગંભીરતાથી કાંઈ પણ ઉત્તર ન આપે.
પ્રધાન-બળદની માફક આ શું જાણે છે ? અર્થાત કાંઈ નહિ. “વગર પ્રોજને આવા કટાક્ષનાં વચને બોલતે જાણું આચાર્યશ્રીએ કહ્યું-પ્રધાન ! જે તમારી જીભને ખરજ આવતી હોય તે પ્રશ્ન કરે, તેને ઉત્તર હું આપું છું.
આચાર્યશ્રીનું વચન પૂરું થતાં જ એક ક્ષુલ્લક (નાને શિષ્ય)
For Private and Personal Use Only