________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦૦)
नोदकक्लिनगात्रोऽपि स्नान इत्यभिधीयते ।। स स्नातो यो दमस्नातः स बाह्याभ्यंतरः शुचिः ॥१॥
પાણીથી ભીંજાયેલ શરીરવાળાને નાન કરેલો કહી શકાય નહિં, પણ જેણે ઈન્દ્રિયોને દમી છે, સ્વાધીન કરી છે, તે સ્નાન કરેલો કહી શકાય અને તે જ બાહ્ય તથા અત્યંતરથી પવિત્ર છે.
ઈત્યાદિ શાસ્ત્ર યુક્ત, યુતિપૂર્વક સારભૂત વચને વડે, અનેક વિદ્વાનોની સન્મુખ. આ ક્ષુલ્લક શિષ્ય પ્રધાનને નિરુત્તર કરી દીધે.
યુક્તાયુક્તનો વિચાર નહિં કરનાર પ્રધાન, નિરુત્તર થતાં રાજા તરફથી ઘણી લજજા પામે. તે અવસરે તો પોતાના મુકામ તરફ તે ચાલ્યો ગયો. પણ રાત્રી પડતાં સાધુઓને વધ કરવા માટે તે પાછો ઉધાનમાં આવ્યો. શાસનાધિષ્ટાત દેવીએ તેને ત્યાં જ થંભાવી દીધે. પ્રાત:કાળ થતાં રાજાપ્રમુખ સર્વ મનુષ્યએ તેને તેવી હાલતમાં દીઠે. દેવ પણ સત્યને સહાય આપે છે તે દેખી અનેક મનુષ્ય ધર્મને બોધ પામ્યા. રાજાએ પ્રધાનનું અપમાન કરી રાજ્યમાંથી કાઢી મૂકો.
પૃથ્વીતળ પર ભમતાં ભમતાં તે હરિતનાપુરમાં આવ્યો. મહાપકુમારે તેને પ્રધાન તરીકે પોતાની પાસે રાખે.
- એક વખત પિતાના રાજ્યની નજીકમાં રહેનાર સિંહબળ નામના કિલ્લાના બળવાળા રાજાએ મહાપદ્દમકુમારની દેખરેખવાળા દેશમાં લૂંટફાટ કરી ત્રાસ વર્તાવ્યો. મહાપમકુમારે તેને સ્વાધીન કરવા માટે નમુચી પ્રધાનને આદેશ આપ્યો. નમુચીએ તેને કિલ્લો તોડી નાખ્યું અને સિંહબાળને જીવતો પકડી મહાપમકુમારની આગળ લાવી મૂકો. મહાપદ્મકુમારે ખુશી થઈ નકુચીને કાંઈ પણ માગવા માટે જણાવ્યું. પ્રધાને જણાવ્યું–આ આપનું વચન હાલ આપની પાસે રાખે. મને જરૂર હશે તે અવસરે માંગીશ. કુમારે તેમ કરવાને ખુશી બતાવી.
For Private and Personal Use Only