________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુળપતિએ ધીરજ આપવાથી તેની આજ્ઞા પ્રમાણે તાપસીઓની સાથે રહી કળાવતી પુત્રનું પાલન કરવા લાગી.
આ તરફ કળાવતીના હાથ કાપીને (કંકણ-અંગદ સહિત) ચંડાળણીએ એકાંતમાં જઈ રાજાને સેપ્યા. તે અંગદોને બરાબર તપાસતાં તેના ઉપર જયસેન કુમારનું નામ દેખવામાં આવ્યું. તે
તાં જ રાજા વિચારમાં પડ્યો-હા ! હા! રસ વૃત્તિથી મેં મેટું અકાર્ય કર્યું. મેં કાંઇ પ્રત્યક્ષ જોયું નહિં સાંભળ્યું નહિં અને સારી રીતે પૂછ્યું પણ નહિ. હા ! હા ! કેવળ વિક૯૫ની કલ્પનાથી રાણીને ફોગટ વિના કરી. રાજાએ તત્કાળ ગજ શ્રેષ્ઠીને બોલાવીને પૂછયું કે વિશાળપુરથી હમણું કોઈ આવ્યું છે ? એણીએ જવાબ આપ્યો. રાણી કલાવતીને તેડવા માટે કાલે જ પ્રધાન પુરુષો આવ્યા છે. અવસર ન હોવાથી તેઓ આપને મળી શક્યા નથી. રાજાએ તે પુરૂષને તરત બોલાવ્યા. અને પૂછયું કે આ અંગદ યુગલ તમે લાવ્યા છે ? તેઓએ, “કાલે આ સર્વ કલાવતી રાણીને અમે આપી આવ્યા છીએ” વિગેરે હકીકત જણાવી.
આ વર્તમાન સાંભળતાં જ અસંખ્ય દુઃખથી પીડાયેલો રાજા આંખ બંધ કરી, પૃથ્વી ઉપર મૂછી ખાઈ પડી ગયો. રાજાને જમીન પર પડ્યો જાણું ત્યાં હાહારવ ઉછળી રહ્યો. ઉપચારથી રાજાને સાવ ધાન કરતાં ઘણું લાંબા વખતે તે શુદ્ધિમાં આવ્યું. ખેદ પામતો રાજા નિ:શ્વાસ મૂકી બોલવા લાગ્યો. હા ! હા! કેટલી બધી મારી અકૃતશતા ? મારું અવિચારી કર્તવ્ય ? અહે કર્મચંડાળતા ? ધી! ધી ! મારી ભેદભાગ્યતા ? આવા ઉત્તમ સ્ત્રીરત્નને હું તદન અગ્ય જ છું.
આ પ્રમાણે રાજાને બોલતો દેખી, પાસે રહેલા મનુષ્યોએ પૂછયું. આપ આ શું બોલો છો?
રાજાએ કહ્યું, મારા દુશ્ચરિત્રરૂ૫ ચેરથી આજે હું લુંટાયો છું. વિજયસેન રાજાની વાત્સલ્યતાની અવગણના કરી, જયસેન કુમારની પિત્રાઇને નાશ કર્યો. દેવી કલાવતીના પવિત્ર પ્રેમને ઓળખી શકા
For Private and Personal Use Only