________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૦ )
હા ! માત, હા ! તાત, વિગેરે શબ્દોથી કપાત કરતો કળાવતી જમીન પર ઢળી પડી, ઘણીવારે સંજ્ઞા પામી વિલાપ કરવા લાગી.
હે દેવ ! તું આમ નિર્દયપણે મારા ઉપર શા માટે કયો છે? આવો ભયંકર દંડ અકસ્માત મારા ઉપર શા કારણથી ? મારા જેવી પાપી બાળાઓ તારા ઘરમાં શું બીજી નથી કે-સ્નેહી હુંયવાળા મનુષ્યો તરફથી આ દુસહ દંડ ? હે આર્ય પુત્ર ! તું બુદ્ધિમાન છે છતાં તારું આ અવિચરિત કાર્ય પાછળથી સત્ય જણાતાં તારું કોમળ હૃદય પશ્ચાત્તાપથી બળીને દગ્ધ થશે. હે નાથ ! જાણતાં છતાં લેશ માત્ર મેં તારે અપરાધ કર્યો નથી. છદ્મસ્થ મનુષ્પો ભૂલને પાત્ર હોય છે તેથી કદાચ અજાણતાં મારાથી તમારો અપરાધ થયો હશે પણ તેને આવે અસહ્ય દંડ ? કાનની દુર્બળતાથી કેઈએ. મારા વિષે તમને કાંઈ જુદું સમજાવ્યું હશે, તથાપિ મારા શીયળની મલિનતા વિષે તમે સ્વને પણ સંશય ન કરશે. “સ્ત્રીઓ ક્ષણ રકત, અને ક્ષણ વિરક્ત હોય છે ત્યારે પુરુષ પ્રતિપન્ન કાર્યને નિર્વાહ કરનાર છે ” હા ! હા ! આ કહેવત આજે તદ્દન વિપરીત પણે મારા અનુભવમાં આવે છે, ઈત્યાદિ વિલાપ કરતી રાણીને દુખની ગરમીથી અકસ્માત મૂળ પેદા થયું. તે સાથે નદીના કિનારા પર આવેલા વૃક્ષના નિકુંજમાં દેવકુમાર જેવા પુત્રને જન્મ કળાવતીએ આપે. પુત્રનું સુંદર રૂપ દેખી હર્ષાના આવેશમાં બાહુની વેદના અને પ્રકૃતિનું દુઃખ થોડા વખત માટે શાંત થયું. ખરી વાત છે. વિપતિમાં આવી પડેલાં, શથી ગ્રસ્ત થયેલાં અને મરવા પડેલાં મનુષ્યને પણ પુત્રરૂપ સંજીવની થોડો વખત શાંતિ આપે છે.
પુત્ર સન્મુખ દેખી દીર્ઘ નિશ્વાસ મૂકતાં રાણીએ કહ્યું. બેટા ! તારે જન્મ કૃતાર્થ થાઓ. તું દીર્ધ આયુષ્યમાન થા. અને નિરંતર સુખી રહે, હું નિર્માગણું આવે અવસરે બીજું વધામણું શું કરું? મારા આશીર્વચને એ જ વધામણું માની લેજે.
આ બાજુ પુત્ર તરફડતો નદીના સન્મુખ લોટવા લાગ્યો. હાથ
For Private and Personal Use Only