________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૮) નથી, પણ મારા અશુભ કમને જ દેશ છે, જ્ઞાની પુરુષે કહે છે કે
सव्यो पुवकयाण कम्माण पावए फलविवागं । अवराहे गुणेसु य निमित्तमित्तं परो हाइ ॥१॥
સર્વ જીવો, પૂર્વકૃત કર્માનુસાર ફળના વિપાકને (સુખદુઃખને) પામે છે, ઉપગારમાં કે અપરાધ કરવામાં બીજા જ નિમિત્તમારા થાય છે. ' આ પ્રમાણે બને છે તથાપિ હું આપને પૂછું છું કે એ તે મેં આપને શું અપરાધ કર્યો હતો કે મને આ દુઃસહ્ય દંડ આપ્યો.
રાજાએ કહ્યું-દયિતા !જેમ વંજુલ વૃક્ષને ફળ હતાં નથી, અને વડ તથા ઉમરાને ફૂલ હતાં નથી, તેવી જ રીતે તારામાં દોષને લેશ પણ નથી, મારી અજ્ઞાનતાથી જ દોષનો ભાસ થયો, ઈત્યાદિ કહીને પિોતે કરેલા વિકલ્પો વિષે સર્વ હકીકત જણાવી. રાણીએ પણ પિતાના હાથ કાપ્યા પછીની સર્વ હકીકત જણાવી. તે સાંભળી રાણીના શીયાળ વિષે રાજાને મોટું આશ્ચર્ય ઉત્પન્ન થયું.
રાજાએ કહ્યું, દેવી ! મારા આ સાહસ કર્તવ્યથી આ જગતમાં મારે અપયશનો પટલ અને તારા દઢ શીયળથી શીયળ ગુણની ઉજજવળ યશપતાકા, નિરંતરને માટે આ દુનિયામાં ફરક્યા કરશે.
કરૂણસમુદ્ર ગુરુમહારાજના કહેવાથી મને તારા સમાગમની આશા થઈ હતી અને તેથી જ હું મરણ પામ્યા નથી, કેમકે તેમ થવાથી તેને વળી બીજું દુઃખ થશે. આ ભયથી જ હું જીવતો રહ્યો છું.
રાણીએ કહ્યું- ધન્ય છે તે નિર્મળ જ્ઞાનને ધારણ કરનાર પૂજ્ય -ગુરુવર્યને કે જેણે તમને શુદ્ધ બુદ્ધિ આપી. તે મહાનુભાવ સુની કયાં છે? મને બતાવો, તેમના દર્શનથી મારા આત્માને પવિત્ર કરું ઈત્યાદિ પરસ્પર દિલાસ આપતાં અને દિલગીરી જણાવતા તે નવીન
સ્નેહગ્રંથીથી જોડાયેલાં દંપતીને રાગી ક્ષણવારની માફક સમાસ થઈ. સૂર્યોદય થતાં પિતાનાં પકથી નિવૃત્ત થઈ તે દંપતી (સ્ત્રી
For Private and Personal Use Only