________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫)
રાજન ! જન્મ, જરા, મરણાદિ ખારા પાણીથી ભરપૂર અને ઈષ્ટવિયોગ, અનિષ્ટસંગાદિ વડવાનળથી બળી રહે, આ દારૂણું સંસારસમુદ્ર, દુ:ખે પાર પામી શકાય તેવો છે. નારક, તિર્યંચ, નર, અમર આદિ ગતિઓમાં નાના પ્રકારનાં તીવ્ર દુઃખ રહેલાં છે, તે દુઃખ આ જીવ અનેક વાર પામ્યો છે. આ અનંત દુઃખના હેતુભૂત ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર ભયંકર વિષધર છે. અજ્ઞાનતાથી આ વિષધરે જીના હૃદયને ડસે છે. તેને ડસવાથી આ જીવ કાર્ય અકાર્ય, યુક્ત અયુક્ત, હિત અહિત ઇત્યાદિમાં મૂઢ થઈ સાર અસારનો કાંઈપણ વિચાર કરી શકતો નથી. વધારે શું કહેવું ? કષાયથી પરાધીન થઈ બુદ્ધિમાન પણ એવાં અકાર્ય કરે છે કે આ જન્મમાં કે પરજન્મમાં તેને મહાન દુઃખને અનુભવ કરવો પડે છે.
હે રાજન ! તમે પણ કષાયને પરાધીન થઇ એક અનર્થ કર્યો છે, છતાં વળી આ પાપતર બીજો અનર્થ અજ્ઞાનતાને આધીન થઈ શા માટે આદર્યો છે ? પાપથી દુ:ખ થાય છે. તે પાપ પ્રાણને વાત કરવાથી થાય છે. પરના પ્રાણનો ઘાત કરવાથી પણ પિતાના પ્રાણને ધાત કરે તે અધિક્તર પાપ છે. આપઘાત કરવાને આ તમારા અધ્યવસાય મહાન દુ:ખના કારણરૂપ થશે. હે નરપતિ ! સારી રીતે વિચાર કર, અને સર્વ ઠેકાણે મોહ ન પામ. પાપથી ઉત્પન્ન થયેલા દુ:ખનું નિવારણ ધર્મથી ઉત્પન્ન થયેલું પુન્ય છે. જે તું દુઃખથી ત્રાસ પામ્યો હોય તે જિનેશ્વર ભગવાનની આજ્ઞા મુજબ ધર્મને આદર કર. ' હે રાજન ! વળી હું મારા જ્ઞાનથી જાણીને તને કહું છું કેધર્મમાં પરાયણ થતાં નવીન ભુજાવાળી રાણ કળાવતીને તને થોડા જ દિવસમાં મેળાપ થશે. વળી આ દુનિયામાં અધિક મહદય પામી ઘણું વખત પર્યત રાજ્યનું પાલન કરી, અંતમાં તું નિર્દોષ ચારિત્રધમ પામીશ માટે મરવાને દુરાગ્રહ મૂકી દઈ એક જ દિવસ મનને સ્થિર
૧. વ્યવહારીક ધમ શબ્દ અહીં વાપરવામાં આવે છે.
For Private and Personal Use Only