________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૧)
સિવાય કેટલીક મહેનતે રાણએ પગથી તેને રોકી રાખ્યો. પુત્રનું -રક્ષણ કરવામાં પણ પિતાનું અસમર્થપણું જોઈ રાણેને વિશેષ દુઃખ લાગી આવ્યું. તે વિલાપ કરવા લાગી. હા ! હા ! નિર્દય કૃતાંત ! આટલું દુ:ખ આપવાથી પણ શું તું સંતોષ પામે નથી ? કે મારા પુત્રને પણ લઈ લેવાની તું ઈછા કરે છે. અરે ! હાથ વિના પુત્રનું રક્ષણ હું કેવી રીતે કરું ?
પુત્રના બચાવ માટે છેલ્લો પ્રયોગ અજમાવવા માટે રાણી સંભ્રાંત થઈ આવેશમાં બોલી ઊઠી. નદી કે વનાદિકની અધિષ્ઠાત દેવીઓ ! દીન વદનવાળી, દુખિની, અશરણ અને નિદોષા આ અબળાના વચન ઉપર તમે ધ્યાન આપો. જે શીયળવત આ દુનિયામાં સુપ્રભાવિક છે અને મેં મન, વચન, શરીરથી ગૃહસ્થ ધર્મને લાયક શીયળવ્રતનું પાલન કર્યું હોય તે દિવ્ય નેત્રવાળી દેવીએ, મારા પુત્રનું રક્ષણ થાય તેવી જાતની મને મદદ આપો.,
આ પ્રમાણે નિર્દોષ રાણીના કરણુજનક શબ્દો સાંભળી, દયા સિંધુ દેવીએ તત્કાળ રાણીની બને ભુજાઓ નવી કરી આપી. પોતાની બન્ને ભુજાઓ અખંડ દખી શિયળને તાત્કાલિક પ્રભાવ જાણું કલાવતીને ઘણે આનંદ થયો. હાથથી બાળકને લઈને ખોળામાં સુવા. હવે હું શું કરું? અહીંથી ક્યાં જાઉં? આ પ્રમાણે રાણું વિચાર કરતી હતી તેવામાં એક તાપસ સન્મુખ આવતો તેણે દીઠે. તે તાપસ કરુણાથી રાણીને પુત્ર સહિત પોતાના આશ્રમ-તપોવનમાં લઇ આવ્યો અને કુળપતિને રાણે સે પી. કુળપતિએ પૂછયું. બાઈ તું કોણ છે ? રાણી કાંઈ પણ ઉત્તર ન આપતાં ગગતિ કંઠે રૂદન કરવા લાગી.
કુળપતિએ કહ્યું. પુત્રી ! આ સંસારમાં કોણ નિરંતર સુખી છે? લક્ષમી કોની પાસે અખંડિત રહી છે? પ્રેમ કયા મનુષ્યને સ્થિર રહ્યો છે? કોણ જગતમાં રખલના પામે નથી ? સર્વ પામ્યા છે, માટે ધરપણું અવલંબી, અહીં તાપસીઓની સાથે રહી પુત્રનું પાલન કરે,
For Private and Personal Use Only