________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૭)
વિધાધરપતિ, રાજાને નમસ્કાર કરી પિતાના રાજ્યમાં આવ્યું. તરતજ પુત્રને રાજય સેપી, બન્ને જણાએ ચારિત્ર લીધું અને તે જ ભાવમાં નિર્મળ જ્ઞાન પામી બને જણ નિર્વાણ પામ્યાં. મેઘરથ રાજા ઉઘાનમાંથી પિતાને મહેલે આવ્યા.
તે એક દિવસ મેઘરથ રાજા પૌષધ લઈ, પૌષધશાળામાં અનેક ભાવિક ગૃહસ્થોની આગળ જૈનધર્મના તત્તનું વર્ણન કરી રહ્યા હતા, એ અવસરે ભયથી ત્રાસ પામતો, શરીરથી કંપ, દીન મુખવાળો અને મનુષ્ય ભાષાએ શરણ યાચતો, આકાશ માથી પારેવ રાજાના ખોળામાં આવી પડશે.
કૃપાળુ રાજાએ જણાવ્યું. નિર્ભય! નિર્ભય ! તને અભય થાઓ. રાજાના આ શબ્દો સાંભળી તે પક્ષી શાંત થઈ, બાળકની માફક રાજાના ખોળામાં છુપાઈ રહ્યો. તેટલામાં સર્પની પાછળ જેમ ગરૂડ આવે તેમ
હે રાજા! એ ભારે ભક્ષ છે, તેને તું મૂકી દે. એને શરણે રાખ તે તને એગ્ય નથી” આ પ્રમાણે બોલતો સિંચાણે તેની પાછળ આવી પહોંચશે.
રાજાએ સિંચાણાને જણાવ્યું. તે સિંચાણા ! આ પક્ષી હું તને પાછું આપી શકીશ નહિ. શરણે આવેલાને પાછો હડસેલો કે તેના શત્રુને સોંપે તે ક્ષત્રિયોને ધર્મ નથી.
સિંચાણા. “આને શરણે રાખ તે તને યોગ્ય નથી.” આ પ્રમાણે યોગ્યાયેગ્યને ઉપદેશ આપવાવાળા તને; પરના પ્રાણને નાશ કરી પિતાના પ્રાણનું પિષણ કરવું તે કોઈ પણ રીતે યોગ્ય નથી. વળી તારા પ્રાણને સહજ પણ પીડા થતાં તેને મહાન દુઃખ થાય છે તો શું બીજાને તેમ નહિ થતું હોય? જ્યારે સહજ દુઃખથી જીવોને ત્રાસ થાય છે તે, બીજાના પ્રાણને સર્વથા નાશ કરવાથી તેને કેટલું દુઃખ થતું હશે ? તે તારે પિતે જ વિચારવાનું છે. આ થક્ષીનું ભક્ષણ કરવાથી તને થોડા વખત માટે પ્તિ થશે પણ આ
For Private and Personal Use Only