________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૩)
જણાવ્યું. તમે મારું પાણિગ્રહણ કરે. હું મારા મનથી તમને વરી ચૂકી છું.
વીરભદ્રે કહ્યું–તેમ કરવાથી લોકમાં અપવાદ થાય, માટે તમારા પિતાના આગ્રહથી તેમ કરવામાં મને અડચણ નથી.
રાજકુમારોએ પિતાનો અભિપ્રાય પિતાની માતાદ્વારા રાજાને જણવ્યો. રાજાને પણ લાયક પતિ મળવાથી સંતોષ થયો. શંખછીને બેલાવી, મેટા એવપૂર્વક રાજકુમારીનું વીરભદ્ર સાથે પાણિગ્રહણ કરાવ્યું, રહેવા માટે પોતાને મહેલ આપો.
પૂર્વજન્મના સુકૃતથી નાના પ્રકારના વિલાસ કરતો વીરભદ્ર ત્યાં રહ્યો. તેની સોબતથી રાજપુત્રી પણ ઉત્તમ શ્રાવિકા થઈ. સત્સંગ સર્વત્ર સુખરૂપ થાય છે. એક પદ ઉપર વીરભદ્ર વીતરાગ દેવની મૂત્તિ આળેખી આપી, તેની પૂજા-અર્ચા કરવાની વિધિ સમજાતી. તેમજ જૈન મુનિએ અને સારીઓની મૂર્તિઓ ચિત્રી બતાવી તેને નમન વંદનાદિ કરવાની વિધિ પણ સમજાવી.
રાજપુત્રીની પિતાતરફ કેટલી પ્રીતિ છે તેની પરીક્ષા માટે વીરભદ્રે કહ્યું. પ્રિયા ! હું મારા દેશ જઈ માતા, પિતાને મળીને થોડા દિવસમાં પાછો અહીં આવીશ, માટે તું શાંત મન કરી અહીં રહેજે.
રાજકુમારીએ જણાવ્યું, પ્રિય! તમારા જેવી કૃત્રિમ પ્રીતિ જે મારામાં હેત તો તે તેમ કરવાને રજા આપત.
વીરભદ્ર કહ્યું-પ્રિયા ! કેપ નહિં કર. હું તને સાથે લઈ જઈશ. રાજાને પૂછી વીરભદ્ર તૈયાર થયો. રાજાએ ધણું ઋદ્ધિ સાથે કુંવરીને વળાવી. તે રિદ્ધિનાં વહાણ ભરી, રાજકુંવરીને સાથે લઈ સમુદ્ર રસ્તે પિતાના દેશ જવા માટે વીરભદ્ર રવાના થયો, પણ રસ્તામાં પવનના તોફાનથી તેનાં વહાણો ભાંગી ગયાં. આયુષ્યની અધિકતાથી અનંગસુંદરીના હાથમાં એક પાટિયું આવ્યું. તેને વળગીને કેટલાક દિવસે તે સમુદ્ર કિનારે પામી. કિનારા ઉપર ફરતાં એક કુલપતિને આશ્રમ તેણીના દેખવામાં આવ્યું. ત્યાં કુલપતિની નિશ્રાએ કેટલાક દિવસ
For Private and Personal Use Only