________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩)
જણો. મેં કહ્યું હું શંખપુરથી આવું છું. મારું નામ દતકી છે. દેવશાળપુર તરફ મારું ગમન થવાનું છે.
પરસ્પર વૃત્તાંત જણાવી એક સુખાસન પર બેસી અમે બન્ને આગળ જતા હતા તેવામાં સન્મુખ આવતી ચતુરંગ સેના અમારા દેખવામાં આવી તે દેખી સાર્થના લેકે ક્ષોભ પામ્યા. પણ તરતજ તે સૈન્યમાંથી એક બંદીવાન આગળ આવી, જયસેન કુમારને દેખી બોલી ઊો. મહારાજા વિજયસેન અને રાજકુમાર જયસેનને ઘણું ખમા. જય-જ્ય ઇત્યાદિ શબ્દો ઉપરથી સન્મુખ આવતા વિજયસેન રાજાને જાણી, મારી સાથે બેઠેલો કુમાર સુખાસનથી ઉતરી, સન્મુખ જઈ રાજાને ભેટી પડશે. કુમારને દેખી સૈન્યમાં આનંદ વર્તાઈ રહ્યો.
જયસેન કુમારે રાજાને જણાવ્યું, પિતાજી આ દત્ત સાથે વાહે મને જીવિતદાન આપ્યું છે. મહારાજા ! આ ઉપરથી હું સમજી શો કે તે દેવશાળપુરના રાજા અને યુવરાજ પિતા પુત્ર હતા.
પુત્ર ઉપરના ઉપકારને લઈ રાજ મારા ઉપર ઘણે સંતુષ્ટ થશે. મને પોતાના પુત્ર તરીકે માની, દેવશાળપુરમાં લઈ ગયા. તે રાજકુમારે મારું મન એટલું બધું સ્વાધીન કરી લીધું કે તેની સજજનતાને લઈને માતા, પિતા કે વિદેશ વિગેરે કેટલાક દિવસપર્યત યાદ જ ન આવ્યું. અર્થાત્ પરદેશને સ્વદેશતુલ્ય માનવા લાગ્યો. ખરી વાત છે.
ते केइ मिलंति महीयलंमि लोयणमहूसवा मणुया। हिययाओ खणपि न ओसरंति जे टंक घडियाओ॥१॥
અહા ! નેત્રને મહેચ્છવ તુલ્ય કેટલાક પુરુષો પૃથ્વીતળ પર એવા મળી આવે છે કે ટાંકણથી કરેલા અક્ષરોની માફક એક ક્ષણ ભર પણ હૃદયથી ભૂલાતા નથી. તે રાજાને શ્રીદેવી રાણીથી ઉત્પન્ન થયેલી, ઉત્તમ લક્ષણો વાળી, તેજમાં તિલોત્તમા સરખી, કળાના કલાપમાં પ્રતિષ્ઠા પામેલી, ઉત્તમ ચરિત્રથી મન હરનારી, જયસેને
For Private and Personal Use Only