________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૪)
કુમારથી નાની કલાવતી નામની ગુણવાન કુંવરી છે. કુમારીને લાયક પતિ ન મળવાથી તે રાજકુટુંબ ચિંતાથી વ્યગ્ર થયું હતું.
એક દિવસે રાજાએ મને જણાવ્યું. દત્ત ! બહેનને લાયક પતિની તપાસ કર. પૃથ્વીમાં ઘણું રસ્તે પડ્યાં છે. તેમ તું વ્યાપારાદિ નિમિત્તે પૃથ્વી પર પરિભ્રમણ કરનાર છે. રાજાની આજ્ઞા મુજબ કરવાને મેં હા કહી. કુમારીનું રૂપ ચિત્રપટ્ટ પર આળેખી લીધું અને ત્યાંથી નીકળી કાલે જ હું અહી આવી પહોંચ્યો છું.
દેવ! મારા મનમાં એવો નિર્ણય થાય છે કે-આ રત્ન આપને જ યોગ્ય છે. કુળગિરિથી પેદા થયેલી સરિતાઓનું આન તો રત્નાકર જ (સમુદ્ર) છે. પૂર્ણિમાના ચંદ્રને મૂકી સ્ના શું બીજા ગ્રહનો આશ્રય કરે છે? નહિં જ. પિતાના સ્વામીને મૂકી આવું ઉત્તમ રત્ન બીજાને આપવાની કેણ ઇચ્છા કરે? આ કારણથી આ ચિત્રપદ પહેલવહેલું આપશ્રીને જ બતાવ્યું છે. આ કાર્યમાં હવે આપની આજ્ઞા પ્રમાણ છે.
દત્તનાં વચન સાંભળતાં રાજાને તે કુમારી પર વિશેષ અનુરાગ થયો. દષ્ટિ ચિત્રપદ ઉપર પણ મન તે કુમારીમાં આસક્ત કરી રાજા બેઠા હતા. તેવામાં કાળ–નિવેદકે જણાવ્યું.
उल्लसीयतेयपसरो सूरो जणमथ्थयं कमइ एसो॥ तेयगुणम्भाहियाणं किमसनं जीवलोगमि ॥१॥
તેજના પ્રસરથી ઉલ્લાસ પામી, આ સુર્ય મનુષ્યોના મસ્તકનું આક્રમણ-ઉલ્લંધન કરે છે. ખરી વાત છે તેજ(પ્રકાશ) ગુણની અધતાવાળાઓને આ જીવલોકમાં કાંઈ અસાધ્ય નથી.
મધ્યાહને વખત થયા જાણ સભા વિસર્જન કરી, રાજાએ દેવપૂજન કરી, ભેજન કર્યું. ત્યારબાદ શયામાં આળોટતો રાજા તે કન્યાના સંબંધમાં ચિંતા કરવા લાગ્યા.
દત્ત, રાજાને ગૂઢ અભિપ્રાય સમજી તરત જ ત્યાંથી રવાના થઈ દેવશાળપુરમાં વિજયસેન રાજાને જઈ મળ્યા. શંખરાજાની રેગ્યતા
For Private and Personal Use Only