________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૨ )
એક દિવસે રાજા સભામાં બેઠેા હતેા, તે અવસરે ગજશ્રેષ્ઠીના પુત્ર દત્ત સભામાં આવ્યેા. રાજાને નમસ્કાર કરી ઉચિત સ્થાનકે બેઠા. રાજાએ કહ્યું—દત્ત ! આજે ધણે દિવસે તુ' કયાંથી આવ્યેા ? હતો કહ્યું—મહારાજ ! હું વ્યાપારાર્થે પરદેશ ગયેા હતેા. રાજા-પરદેશમાં ફરતાં કાંઇપણ નવીન આશ્રય દીઠું ? દત્ત-મહારાજા ! હું કરતે ફરતે! વિશાલપુરે ગયેા હતેા ત્યાં મેં એક આશ્ચર્ય દીઠું છે પણ તે વચનથી કહી શકતા નથી. એમ કહી એક ચિત્રપટ્ટ રાજાના હાથમાં આપ્યા.
રાજા કેટલીક વાર એકીટશે તે ચિત્ર સામું જોઈ રહ્યો. છેવટે ખેાલી ઉઠયા. દત્ત ! શું આ તે કોઇ દેવી છે?
દત્ત-નહિં મહારાજ. તે માનુષી છે.
રાજા-જો માનુષી છે તે આ (કન્યા) કાણુ છે ? અને તેનું નામ શું છે?
દત્ત મહારાજા ! તે મારો વ્હેન છે. તેનુ નામ કલાવતી છે. રાજા-તારી વ્હેન કેવી રીતે થાય?
દ્વત્ત-મહારાજા ! તે પ્રબંધ જરા લખાણુથી કહેવાથી સમજાશે. રાજા-કાંઇ હરકત નહિં. વિસ્તારથી જણાવ.
ક્રૂત્ત-મહારાજા ? પરદેશ જતાં રસ્તામાં ચારના ભયથી, તપાસ કરતા હું સાથની આગળ ચાલતેા હતેા. રસ્તામાં મરણ પામેલા એક ઘેાડા મારા દેખવામાં આવ્યેા. તેની પાસે અમરકુમાર સમાન રૂપવાન પણ કઢગત પ્રાણવાળા એક રાજકુમાર પડેલે હતેા. હું તેની નજીકમાં ગયે. તેને પવન નાખ્યા. પાણી પાવુ અને મેદકાદિ ખવરાવી સ્વસ્થ કર્યાં. સારી સ્થિતિમાં આવ્યા પછી મે તેનુ નામ, હામ અને આવી અવસ્થા પામવાનું કારણ પૂછ્યું.
•
તેણે ઉત્તર આપ્યા કે હુ દેવશાળપુરને રહીરા છું. મારું નામ જયસેન કુમાર છે. વિપરીત શિક્ષણવાળા અશ્વે, મને આ સ્થિતિમાં લાવી મૂકયા છે. પાપકારી ! તમે પણ તમારું નામ, ઢામ વિગેરે
For Private and Personal Use Only