________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૭)
સ્વાગત છે ? પિતાજીને કુશળ છે ? માતાજી નિરોગી છે? મારો ભાઈ ખુશી મઝામાં છે ? વિગેરે પ્રભને કળાવતીએ રાજપુરૂષ ને કર્યા.
તેના ઉત્તરમાં–તમને મળવાને ઉત્કંઠિત થયેલા સર્વને કુશળ છે. વિશેષમાં આ અંગદ યુગલ જયસન કુમારને અતિવલ્લભ હતું. પોતાની સી માટે દત માગ્યું હતું પણ કુમારે તેને આપ્યું ન હતું. તે શંખરાજાને યોગ્ય જાણ ભેટ મોકલાવ્યું છે.
કળાવતીએ તે તરત જ લીધાં અને હું જ રાજાને આપીશ. હવે પૂર્ણ માસ થઈ ગયા છે માટે મારાથી નહિં અવાય. માતા, પિતા, ભાઇ આદિને મારાં પાયે લાગણાં અને પ્રણામ કહે છે. વિગેરે કહી સન્માન કરી રાજપુરૂષોને રાણુ એ વિષય કર્યા.
ભાઇના સ્નેહથી તે અંગદ-યુગલ કલાવતીએ ભુજામાં પહેર્યા. તપાસ કરતાં તે ઘણું જ શોભનિક લાગવા માંડ્યાં. આ અવસરે રાણીના નિવાસગૃહની નજીક શંખ રાજા આવી પહોંચે. હર્ષની ઉત્કર્ષતાવાળાં રાણીના શબ્દો સાંભળી રાજ ત્યાં ઊભો રહ્યો. અને ગોખના જાળાંતરથી અંદર જેવા લાગ્યા કે રાણીને આટલા બધા આનંદનું કારણ શું છે ?
રાજાની દૃષ્ટિ આ આશ્ચર્યકારી અંગદના ઉપર પડી. રાણીને સખીઓ સાથે શું વાર્તાલાપ થાય છે તે ગુપ્તપણે સાંભળવા લાગે.
- રાણી પિતાના ભાઈ જયકુમારનું નામ લીધા સિવાય દૈવયોગે મેઘમપણે બોલવા લાગી. સખીઓ ! આ અંગદ દેખવાથી મારાં ને અમૃતરસથી સીંયાયાં હેય તેમ આલ્ફલાદિત થાય છે. વધારે શું કહું ? આ દેખવાથી જાણે સાક્ષાત તેને દેખે હેય નહિં તેમ મને આનંદ થાય છે. આ અંગદે ગજ શ્રેણીના પુત્ર દત્ત માગ્યાં છતાં તેને પણ ન આપ્યાં. તે મારા પ્રણથી વહાલો નિરતર જીવતો રહે.
સખીઓ બેલી. બાઈ સાહેબ ! તમે પણ તેમના સ્નેહના સર્વ સ્વતુલ્ય છો એટલે આ અંગદ તમને મોકલાવે તેમાં આશ્ચર્ય શાનું ?
૧૨.
For Private and Personal Use Only