________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૧)
કરવી જોઈએ. નિર્મર્યાદાપણે વયં શકિતને નાશ કરવાથી અમૂલ્ય શકિતનો નાશ થાય છે. વીર્ય શરીરને રાજા છે. તેને ક્ષય થવાથી શારીરિક શકિત, વિચારશકિન, સ્મરણશક્તિ વિગેરેને નાશ થાય છે. શારીરિક તેજ, બળ, કાતિ, ઉત્સાહ અને ધર્યાદિ ગુણ પ્રબળ વિર્યશક્તિને આભારી છે. આળસ, પ્રમાદ, નિર્બળતા અને વિવિધ પ્રકારના વ્યાધિઓ, તે શીયળ ગુણની હાનિના પરિણામ છે. આસનની સ્થિરતા, મનની એકાગ્રતા અને ધ્યાનને જમાવ-આ સર્વેમાં વીર્યશકિત પૂર્ણ મદદગાર છે. પ્રબળ શિયળ ગુણથી ભૂત, વ્યંતર, ડાકણ, શાકણ, સર્પ, સિંહ, વાઘ, વરૂ, ઈત્યાદિ સુદ પ્રાણુઓ ઉપદ્રવ કરી શકતા નથી પણ ઉલટા દેવાદિ મદદગાર થાય છે.
શીયળ ગુણવાન મનુષ્ય, જાતિ, કુળ, બળ, રૂપ, શ્રત, વિદ્યા, વિજ્ઞાન અને લક્ષ્મીરહિત હોય તથાપિ સર્વત્ર પૂજનિક થાય છે, પણ શિયળથી ભ્રષ્ટ થયેલા મનુ ઉત્તમ જાતિ આદિ સહિત હેય તથાપિ કોઈ સ્થળે માન પામતા નથી, શીયળથી ઉત્તમ કુળની પ્રાપ્તિ થાય છે પણ કુશળથી શીયળ પ્રગટ થતું નથી.
સંયમમાર્ગને આશ્રય કરનાર મનુષ્યએ સર્વ પ્રકારે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. તેમજ ઉત્સર્ગ માગે ગૃહએ પણ નિર્મળ શીયળ પાળવું, તેમ ન બની શકે તો પર્વ દિવસોમાં તેમજ મહિનાના અમુક દિવસમાં દઢ શીયળ પાળવું, અને પુરૂષોએ પરસ્ત્રીઓનો તેમજ સ્ત્રીઓએ પરપુરૂષનો સર્વથા ત્યાગ કરે.
આ પ્રમાણે વર્તન કરનાર દઢ, પરાક્રમી, લઘુકર્મી અને પવિત્ર શિયાળવાળા પુન્યવાન છ કળાવતીની માફક મહાન શક્તિ અને સદ્ગતિને પામે છે.
કળાવતી. આ ભારતવર્ષના લક્ષ્મીગૃહ સમાન મંગળ દેશમાં શંખની માફક ઉજ્વળ ગુણવાળા મનુષ્યોના સમુદાયવાળું શંખપુર નામનું નગર હતું.. પ્રબળ પ્રતાપી સંખરાજા તે નગરનું પાલન કરતો હતો.
For Private and Personal Use Only