________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૪)
રહી, શરીર ઠીક થતાં કુલપતિએ પોતાના શિષ્યદ્વારા પદ્મનીખંડ-(આ) શહેરમાં પહોંચાડી. શહેરના પરિસરમાં આવતાં સુવ્રતા નામની સાધ્વીજી તેના દેખવામાં આવ્યા. વીરભદ્ર ચિત્રમાં બતાવેલ સાધ્વીજીનું સ્મરણ થતાં પિતાના ગુરુ જાણું તેણુએ વંદન કર્યું અને તેઓની સાથે તેમના પ્રતિશ્રયમાં (ઉપાશ્રયમાં આવી. ત્યાં તમારો પુત્રી પ્રિયદર્શન નાને મેળાપ થયો, સાધ્વીના પૂછવાથી પિતાને સર્વ વૃત્તાંત તેણીએ જણાવી આપે. ત્યાર પછી અનંગસુંદરી અને પ્રિયદર્શના બને ક્રિયામાં તત્પર થઈ સુવ્રતા સાધ્વીની સેવામાં દિવસો પસાર કરવા લાગ્યા.
આ બાજુ વીરભદ્રને પણ વહાણ ભાંગ્યા પછી એક પાટિયું હાથ આવ્યું. તેના ઉપર બેસી તરતાં, આકાશમાર્ગે ગમન કરતા રતિવલમ નામના વિદ્યારે તેને દીઠે. તેણે વીરભદ્રને સમુદ્રમાંથી ઉપાડી પિતાના વિમાનમાં બેસાર્યો અને વૈતાઢય પહાડ ઉપર આવેલા ગગનવલ્લભ શહેરમાં પિતાના મંદિરે લઈ ગયા. તેના રૂપાદિ ગુણોથી ચમકાર પામી, પિતાની રત્નપ્રભા નામની કુંવરી સાથે હર્ષથી વિવાહ કરી આપી ત્યાં જ તેને રાખે.
વીરભદ્ર પિતાના સસરા રતિવલ્લભને પૂછયું કેમારી સ્ત્રી અનંગ સુંદરી વહાણ ભાંગ્યાથી સમુદ્રમાં પડી હતી તે હાલ કયાં છે ? વિધારે પ્રજ્ઞપ્તિવિધાને પૂછીને જણાવ્યું કે, પધિનીખંઢ શહેરમાં તમારા સસરા કોકીને ઘેર છે. તે સાંભળી તેને સંતોષ થયો. એક દિવસે આકાશમાગે અનેક વિધાધરને જતા દેખી પિતાની પત્ની રત્નપ્રભાને પૂછયું કે-આ વિધાધરે કયાં જાય છે? તેણુએ જણાવ્યું-પ્રિય ! સિદ્ધાયતનની યાત્રાથે આ સર્વે જાય છે. તે સાંભળી વીરભદ્રની પણ ઈચ્છા ત્યાં જવા થઈ. પતિની ઈચ્છાનુસાર રત્નપ્રભાએ વિમાન તૈયાર કરાવ્યું.
માં બેસી દંપતિ વિધાધરની સાથે સિદ્ધાયતને ગયાં. ત્યાં શાશ્વત પ્રતિમાઓ ને ભાવથી વંદન કર્યું. છે એ અવસરે તેને સસરે રતિવલ્લભ પણ યાત્રાથે ત્યાં આવ્યું. પિતાની પુત્રી તથા જમાઇને પ્રભુદર્શન કરતા દેખી તેને ઘણો સંતોષ
For Private and Personal Use Only