________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૮)
શ્રમણીઓએ કહ્યું. પુન્ય સર્વથી કોઇ છે. પુન્યના પ્રભાવથી અરણ્ય, સમુદ્ર, પહાડા અને બીજા તેવાં જ ભય આપનાર સ્થાનમાંથી વિત્તિએતે ઓળંગી મનુષ્યા વિવિધ સપત્તિ મેળવે છે. વીરભદ્રની આવી સ્થિતિ વિષે, તેને પૂર્વજન્મ અને તેમાં કરેલ સુકૃતને જાણુવાની ઇચ્છાથી સાધ્વીઓ તથા તેની પત્ની ભગવાન અરનાથ તીર્થંકરની પાસે આવ્યાં. વંદના કરી સુત્રતા સાધ્વીએ પ્રભુને પ્રાર્થના કરી કે કૃપાળુ દેવ ! વીરભદ્રે પૂર્વ જન્મમાં શુ` સુકૃત કર્યુ છે કે જેથી વિવિધ પ્રકારની મનેભિષ્ટ સંપત્તિ પામ્યા ?
પ્રભુએ કહ્યું. ત્રીજા ભવમાં વવજય(દેશ)માં હુ; ધનપતિ નામના રાજા હતા. ચારિત્ર લીધા પછી વિહાર કરતાં ક્રમે રનપુર નગરમાં હું આવ્યો. તે નગરમાં જિનદાસ નામના શ્રાવક રહેતા હતા. ચે!માસીને પારણે ધનપતિ સાધુને પેાતાના ઘર તરફ આવતા જાણી હથી શેઠ સન્મુખ ગયે!. ત્રણ પ્રદક્ષિણા કરી, વિશુદ્ધ ભાવે વંદન કરી નિધાનની માફક તે મુનિને પોતાને ઘેર લઇ આવ્યેા. સ પરિવાર સહિત ફરી વંદના કરી તે શ્રાવક વિચાર કરવા લાગ્યા. અહા ! હું ધનભાગ્ય છું. મારે ધેર આજે કલ્પવૃક્ષ ક્હ્યું. આજે મારે હાથ ચિંતામણિરત્ન ચડી આવ્યું. નિર્દોષ આહાર, ૫ ણી આદિથી
આ મહામુનિને પ્રતિક્ષાબી જન્મ, જીવિત અને ધનને હું મારે સલ કરીશ. પ્રતિલાભવાના વિચારથી આનંદ થયા. દાન આપતાં તેથી વિશેષ આનંદ થયો. આની શરીર પર રામાંચ પ્રફુલ્લિત થયાં. દાન આપ્યા પછી તેથી વિશેષ આન થયા અને પેાતાને કૃતા માનવા લાગ્યા.
આ પ્રમાણે દાયક અને ગ્રાહક શુદ્ધિના પ્રભાવથી પાંચ દિવ્ય પ્રગટ થયાં. દેવાએ સુગ'ધી પાણી, પાંચ વષ્ણુનાં પુષ્પ સુવણુ અને દિવ્ય વસ્ત્રાની વૃષ્ટિ કરી. આકાશમાં દેવદુંદુભી વાગી. અને અહે દાન ! અહા દાન ! ઈત્યાદિ ઉદ્ઘોષણા કરી. વિસ્મય પામી રાજા પ્રમુખ નગરના લોકો ત્યાં એકઠા થયા. જિનદાસની શ્રેણી પ્રશંસા કરી. પાત્ર
For Private and Personal Use Only