________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫)
ઉત્તમ પુરૂષોમાં મુકુટતુલ્ય ! આ ત્રણ ભુવનમાં તું એક જ ધન્ય પુરૂષ છે. સુરગિરિની માફક પિતાની પ્રતિજ્ઞામાં દઢતાવાળા તને દેવો પણ ચલાવવાને અસમર્થ છે. દેવસભામાં ઇદ્ર મહારાજે તમારી પ્રશંસા કરી હતી કે શરણાગત વત્સલ, અભયદાનદાતા મેઘરથ રાજાને પિતાની પ્રતિજ્ઞાથી ચળાવવાને દેવ, દાન પણ અસમર્થ છે.
આ પ્રશ સા હું સહન ન કરી શકો. ઇર્ષાભાવથી તમારી પરીક્ષા કરવા માટે અહીં આવતો હતો. રસ્તામાં પરસ્પર યુદ્ધ કરતાં આ બન્ને પક્ષી મારા દેખવામાં આવ્યા. તે પક્ષીના શરીરમાં અધિષ્ઠાતા તરીકે રહી આ સર્વ ઉપસર્ગ યા પરીક્ષા મેં કરી છે. કૃપાળુ રાજા ! આ ભારે અપરાધ ક્ષમા કરજે. પરીક્ષા તે મહાન પુરુષની જ થાય છે અને સંકટ પણ તેમને જ આવે છે. જેને મરણના ભયથી બચાવવાનું અર્થાત અભયદાન આપવાનું કર્તવ્ય ખરેખર તમે બજાવ્યું છે. ઈત્યાદિ પ્રશંસા કરી, રાજાના શરીરને પૂર્ણ બનાવી, નમસ્કાર કરી દેવ સ્વર્ગભૂમિ તરફ ચાલ્યા ગયે.
પિતાના મહારાજાનું વૈર્ય અને દેવની કસોટીમાં પસાર થયેલા રાજાને દેખી સામેતાદિ વર્ગના આનંદનો પાર ન રહ્યો. તેઓએ અવધિજ્ઞાની રાજાને પ્રશ્ન કર્યો–મહારાજા ! આ પક્ષીઓ પૂર્વ જન્મમાં કોણ હતા ? તેઓને આપસમાં વૈર થવાનું કારણ શું ? અને આ દેવ પૂર્વભવમાં કોણ હતો ?
રાજાએ જણાવ્યું-અરવત ક્ષેત્રના પદ્મનીખંડ નગરમાં ધના સાગરદત્ત નામને શેઠ રહેતો હતો. તેને વિધુસેના નામની વિશુદ્ધ ગુણવાળી પત્ની હતી. તેનાથી ધન અને નંદન નામના બે પુત્ર થયા. યુવાવરથા પામેલા પુત્રોએ, પિતાની આજ્ઞા માંગી, નાના પ્રકારનાં કરીયાણું લઈ બાપારા દેશાંતર જવા માટે પ્રયાણ કર્યું.. અનુક્રમે તેઓ નાગપુર આવી પહોંચ્યા. ત્યાં વ્યાપાર કરતાં તેઓને એક મહાન ક્રીમતિ રત્ન મળી આવ્યું. એક ભક્ષ્ય માટે જેમ બે કુતરાંઓ આપસમાં લડે છે તેમ એક રનમાં લુબ્ધ થયેલા અને
For Private and Personal Use Only