________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૧)
ભાઈએ આપસમાં લડવા લાગ્યા. લડતાં લડતાં તેઓ શખા નામની નદી પાસે આવ્યા. ક્રોધથી ધમધમતા દુર્ઘત પાડાઓની માફક લડતાં તેઓ તે નદીના એક ઊંડા કહમાં પડયા અને ત્યાં જ જળને શરણ થયા-(મરણ પામ્યા).
હા ! હા! મેહનું પ્રબળપણું ! અજ્ઞાનતાનું કેટલું બધું જોર ! મમત્વભાવનું કેવું પરિણામ ! આવાં કારણેને લઈને જ જ્ઞાની પુરૂષોએ પરિગ્રહને દુઃખનું મૂળ કહ્યો છે અને ત્યાગમાર્ગને ઉપદેશ કર્યો છે.
તે બન્ને ભાઈઓ મરણ ૫ મી આ ચેન અને પારેવાપણે ઉત્પન્ન થયા છે. પૂર્વ ભવના વૈરથી અહીં પણ તેઓ આપસમાં યુદ્ધ કરે છે. નહિં ઉપશાંત કરેલા વરને વારસો અન્ય જન્મોમાં પણ મળે છે.
“ આ દેવ કોણ હતો ?” આ પ્રશ્નનો ઉત્તર આ પ્રમાણે છે. પૂર્વ વિદેહની રમણીય વિજયમાં આવેલી સીતા નદીના કિનારા પર સુભગા નામની નગરી છે. ત્યાં વિનીતસાગર નામના રાજા રાજ્ય કરતો હતો. મારા આ ભવથી પાંચમા ભવ ઉપર, તેમને અપરા છત નામને વાસુદેવ પુત્ર હતો, અને હું અનંતવીર્ય નામનો બળભદ્ર પુત્ર હતા. એભવમાં અમે દમિતારી નામના પ્રતિવાસુદેવને માર્યો હતે. તે પ્રતિવાસુદેવ મરણ પામી અનેક ભવ ભમી: અષ્ટાપદ પહાડની પાસે આવેલી નીયડી નદીના નજીકના ગામમાં, સમપ્રભ કુલષતિના શશીકભ નામના પુત્રપણે ઉત્પન્ન થયો હતો. તે ભવમાં પરિવ્રાજકના વેશમાં ઘણી વખત સુધી બાળ તપ કરી, ત્યાંથી મરણ પામી તે હમણાં ઈશાન દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થશે છે. જ્યારે ઈશાન છે મારી પ્રશંસા કરી ત્યારે પૂર્વજન્મનો વૈરભાવથી તેને નહિ સહતાં, ઊલટો દેષ ધારણ કરી, મારી પરીક્ષા કરવા માટે તે દેવ હમણાં અહીં આવ્યું હતું.
For Private and Personal Use Only