________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૯)
યથાસ્થિત જણવ્યાંથી તેણીએ કહ્યું. પાછળથી આપણને પશ્ચાત્તાપ ન થાય તે લાયક પતિ પુત્રી માટે શોધજે.
પુત્રી માટે હું ચિંતામાં હતો તે અવસરે તામ્રસિદ્ધિ નગરીને નિવાસી =કષભદત સાર્થવાહ મારી દુકાન પર આવ્ય, એક તે સાધમી અને વળી સમૃદ્ધિમાન જાણું તેની સાથે મારે પ્રીતિ બંધાણી. એક દિવસ મારી પુત્રી પ્રિયદર્શનને દેખી તે સાર્થવાહે જણાવ્યું. મિત્ર! નિરૂપમ રૂપાદિ ગુણવાન, ગંધર્વ, કાવ્ય અને ગુટિકાદિ પ્રયોગમાં પ્રતિષ્ઠા પામેલ વીરભદ્ર નામને મારે પુત્ર છે. તેને લાયક કન્યાની શોધમાં હું ફરતા હતા તેવામાં તમારી કન્યા મારા દેખવામાં આવી. તમારી કન્યા સર્વ પ્રકારે મારા પુત્રને રેગ્ય છે. તે બનેને સંબંધ થાય તે અનુકૂળ સંયોગ બની આવે, સાર્થવાહનું વચન મેં માન્ય કરવાથી તેને ઘણે સંતોષ થયું. તે તામ્રલિસિ ગયો અને મોટા સમુદાય સાથે વિવાહ માટે વીરભદ્રને મારે ત્યાં મોકલ્યા. વીરભદ્રના ગુણાદિથી અમને સંતોષ થયો. શુભ મુહૂર્તે મહત્સવપૂર્વક પ્રિયદર્શના સાથે તેનું પાણિગ્રહણ થયું. કેટલાક દિવસ અહીં રહી, પ્રિયદર્શનાને સાથે લઈ તે પિતાને શહેર પાછે ગ. માની પુરુષે સસરાને ઘેર વધારે વખત રહેતા નથી. ' ડા દિવસ પછી મને સમાચાર મળ્યા કે-મારી નિર્દોષ પુત્રીને વિના અપરાધે મૂકીને તે જમાઈ કઈ ઠેકાણે ચાલ્યા ગયા છે. તે સાંભળી મને દુઃખ થયું. જમાઈની શેધમાં મેં ઘણો પ્રયત્ન કર્યો પણ મારે સર્વ પ્રયાસ નિરર્થક ગયો. હું નિરાશ થયો. પુત્રીના દુખે દુખી થઈ રતાં મને ઘણે વખત થયો, તેમાં આજે આ વામણું તરફથી જમાઇના સંબંધમાં કેટલાક સમાચાર મને મળ્યા છે, તે હે કૃપાસિંધુ ! મારે જમાઈ કયાં ગયા અને હાલ કયાં છે ? તે સંબંધમાં ખુલાસો આપી મારું દુઃખ દૂર કરશે.
કુંભ ગણુધરે જણાવ્યું. શ્રેષ્ઠી ! વીરભદ્રના મનમાં એવો વિચાર આવ્યો કે-બહેતર કળામાં હું પ્રવીણ થયા. અનેક મંત્રો મને સિદ્ધ
For Private and Personal Use Only