________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૮)
તેઓને છેડતી નથી-મટતી નથી માટે ગૃહસ્થોએ સંપત્તિ અનુસાર થોડામાં થોડું પણ દાન આપવું.
તત્ત્વજ્ઞાનની સંપત્તિવાળા મહાત્માઓને ભક્તિપૂર્વક જેઓ ઉચિત દાન આપે છે તેઓ વીરભદ્રની માફક નાના પ્રકારની સંપદા પામે છે.
વીરભદ્ર કુદેશમાં તિલક સમાન પદ્મખંડ નામનું નગર નાના પ્રકારની વિભૂતિથી ભી રહ્યું હતું. પશ્ચિમ દિશામાં આશ્વની ઘટાવાળું સહઝાસ્ત્ર નામનું વન પ્રાણીઓના તાપને દૂર કરી શીતળતા પ્રસરતું હતું. એક દિવસ આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રિવિધ તાપથી સંતપ્ત છોને દેશના જળથી શાંત કરવા અરનાથ નામના તીર્થકર મનુ
ને સદ્ભાગ્યે તે વનમાં આવીને સમવસર્યા. જન્મ, મરણના તાપથી ખેદ પામેલા જીવોને શાંત કરવા માટે તે કણસમુદ્ર પ્રભુએ એક પહેપર પર્યત ધર્મદેશનાની વૃષ્ટિ કરી. તીર્થકરની દેશના પછી ગુરુદેવનું અનુકરણ કરતા હોય તેમ સિદ્ધાંત અમૃતના કુંભ સમાન કુંભનામના ગણધરે દેશના આપવી શરૂ કરી.
એ અવસરે તે શહેરનો નિવાસી સાગરદત શ્રેષ્ઠી એક વામણું માણસની સાથે સમવસરણમાં આવ્યો. પ્રભુ આદિને વંદન કરી ધર્મદેશના સાંભળવા બેઠે. :
- દેશના પૂર્ણ થયા બાદ ગુરુશ્રીને વંદન કરી તે શ્રેણીએ જણાવ્યું: કૃપાળુ દેવ ! માનસિક દુઃખથી હું બહુ દુખી છું. આપ મારો સંશય દૂર કરી મને શાંત કરે. આપ જ્ઞાની છે; તથાપિ મારા સંશયનું મૂળ વૃત્તાંત હું આપની પાસે પ્રથમથી નિવેદન કરું છું.
પ્રભુ ! જિનમતી નામની પત્નીથી ઉત્પન્ન થયેલી પ્રિયદર્શના નામની મારે પુત્રી છે. સર્વ કળામાં કુશળ, મહારૂપવાન તે પુત્રી અનુક્રમે યુવાવસ્થા પામી પુત્રીને લાયક પતિની અપ્રાપ્તિથી મને ઘણે ખેદ થયા. મને દુ:ખી દેખી મારી પત્નીએ ખેદનું કારણ પૂછ્યું. મેં
For Private and Personal Use Only