________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧પર)
પૂર્વ જન્મમાં અમે તેને માર્યો હતો, તે બાકી રહેલું પાપ, પરીક્ષાના નિમિત્તથી આ મારું શરીર કપાવવામાં કારણભૂત થયું છે. ખરી વાત છે કે કરેલ કમ ભોગવ્યા સિવાય કોઈને છૂટકો થતો નથી. આ પ્રમાણે પૂર્વભવને સૂચવનારાં મેઘરથ રાજાનાં વચન સાંભળી બને પક્ષીઓ સહસા મૂચ્છ ખાઈ જમીન પર પડી ગયાં. લે કેએ શીતળ પાણી આદિ છાંટી તેમને સ્વસ્થ કર્યા. ઊહાપોહ કરતાં બન્ને પક્ષીઓને પૂર્વજન્મનું-જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાની ભાષામાં તે પક્ષીઓએ રાજાને જણાવ્યું, મહારાજા ! એ અવસરે અમે રત્ન હારી ગયા. એટલું જ નહિ પણ હા ! હા ! લોભથી યુદ્ધ કરતાં મનુષ્ય જન્મ પણ હારી ગયા. આ જન્મમાં નરકદુઃખ પામવાની નજીકમાં અમે ગયા હતા પણ હે કૃપાસાગર ! તે દુઃખથી તમે અમારે બચાવ કર્યો છે. હવે તમે જ અમને રસ્તો બતાવો કે અમારું બાકી રહેલું આયુષ્ય અમારે કેવી રીતે પૂર્ણ કરવું? તેઓનું આયુષ્ય ઘણું જ થોડું બાકી રહેલું જાણી, રાજાએ તેમને ક્ષમાને ઉત્તમ બોધ આપી અણસણ કરાવ્યું. તે પક્ષીઓએ પણ ભાવથી અણસણું અંગીકાર કર્યું અને પરમાત્માનું સ્મરણ કરતાં શુભ ભાવમાં આયુષ્ય પૂર્ણ કરી, બને પક્ષીઓ ભુવનવાસી દેવાનીમાં દેવપણે ઉત્પન્ન થયા.
રાજા મેઘરથ પણ પે ષહ પારી, તે વિધાધર અને પક્ષીઓના ચરિત્રનું વારંવાર સમરણ કરતાં વિશેષ વૈરાગ્ય ભાવને પામે.
એક દિવસે પૃથ્વીતળ પર વિચરતા ધનરથ તીર્થકર ઉધાનમાં આવી સમેવાસય. મેઘરથ રાજ પરિવાર સહિત વંદન કરવાને ત્યાં ગયો. પ્રભુમુખથી ભવવાસથી વિરક્ત કરનારી ધર્મદેશના સાંભળી સંસારથી વિરક્ત થયે. પુત્રને રાજ્ય સેપી તીર્થંકર પાસે સંયમનું સામ્રાજ્ય ગ્રહણ કર્યું.
સંયમ પાગમાં નિરંતર ઉધમવાનું થઈ દુષ્કર તપશ્ચર્યા કરવા
For Private and Personal Use Only