________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪૫)
અવધિજ્ઞાની પતિના મુખથી પિતાના સંશોનું નિરાકરણ થતાં રાણુ ઘણી ખુશી થઈ. રાણીએ ફરીને પ્રશ્ન કર્યો કે, સ્વામીનાથ ! આ વિદ્યાધર પતિ, પત્નીએ પૂર્વ જન્મમાં એવું શું સુકૃત્ય કર્યું હતું કે તેઓ અહી વિધાધરની અદ્ધિ પામ્યાં છે ?
મેઘરથ રાજાએ જણાવ્યું. આ વિધાધર પૂર્વ જન્મમાં પુષ્કરાઈ દ્વીપના ભરતક્ષેત્રમાં આવેલા સંધપુર ગામમાં રાજ્યગુપ્ત નામનો કુલપુત્ર હતો. તે ઘણું જ દુર્બળ સ્થિતિને હોવાથી પરનાં કાર્ય કરી જિંદગી ચલાવતા હતા. તેને પતિભક્તા શખીયા નામની સ્ત્રી હતી. એક દિવસે ફળાદિ નિમિત્તે તે બન્ને શહેરની નજીકમાં આવેલા શંખ નામના પહાડમાં ગયા હતા. ત્યાં વૃક્ષોની શીતળ છાયા તળે, વિધાધરેની પર્ષદાના (સભાના) મધ્યમાં બેઠેલા સર્વગુણ નામના યુનિને તેમણે દીઠા. ભક્તિપૂર્વક નમસ્કાર કરી તેઓ તે મુનિની નજીકમાં જઇ બેઠાં. તે મહાત્માએ પણ તપશ્ચર્યાની મુખ્યતાપૂર્વક તેઓની પાસે વિશેષ પ્રકારે ધમનું વર્ણન કર્યું. ખરી વાત છે કે, દુઃખી મનુષ્ય ઉપર મહાન પુરૂષોનું વાત્સલ્ય પણ ગુરૂ જ હોય છે.
ભવભયથી ત્રાસ પામેલાં તે દંપતીએ ગુરુશ્રીને નમસ્કાર કરી પ્રશ્ન કર્યો કે ભગવાન ! અમારા જેવાં પાપી જવાને લાયક એવું કોઈ પણ તપ છે કે અમે તેનું સારી રીતે પાલન કરી શકીએ ?
ગુરૂશ્રીએ તેઓની લાયકાતાનુસાર બત્રીશ કલ્યાણક નામનો તપ બતાવ્યો. તે તપ કરવાનો નિશ્ચય કરી, ગુરુને નમસ્કાર કરી તેઓ પિતાને મુકામે આવ્યા.
પ્રસન્ન ચિત્તવાળાં તે દંપતીએ પ્રેમપૂર્વક તે તપશ્ચર્યામાં બે અઠ્ઠમ (ત્રણ ત્રણ ઉપવાસ અને બત્રોશ ભકત ઉપવાસ કર્યા. પારણાને દિવસે ભોજન તૈયાર થયા પછી કઈ અતિથિને આપવાને માટે તેઓ આમતેમ નજર કરતા હતા. ભાવના પણ એ જ હતી કે ૧૦
અ.
For Private and Personal Use Only