________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨)
*
*
*
સ્ત્રીઓમાં આસક્ત થયેલો મનુષ્ય જાતિ, કુળ, વિનય, શ્રત, શિયળ, ચારિત્ર, સમ્યફૂવ, અને શરીરને પણ એક ક્ષણમાં નાશ કરે છે. નેહથી ભરેલી (તેલથી ભરેલી) છતાં સ્વકાર્ય લજજા અને સ્નેહનો ક્ષય કરનારી દીપની શિખાની માફક કલુષતા, અને મલીનતાને કરવાવાળી સ્ત્રીઓનો તત્વોએ અવશ્ય ત્યાગ કરવો જોઈએ. જળની (જડની) સેબતવાળી, દુઃખે અંત પામી શકાય તેવી, બે પક્ષનો (શ્વસુર, પિયરને ) બે કિનારાને ક્ષય કરવાવાળી, દુરાચારિણી (નદી પેઠે વાંકી ચુકી ચાલવાવાળી), નદીની માફક વિષમપથ અને નીચગામની મહિલાઓનો ત્યાગ કર જોઈએ.
દુધથી તપ્ત કર્યા છતાં વિષથી ભરપુર, પગ વિનાની છતાં ગૂઢ પ્રચારવાળી-(પેટથી ચાલનાર) સ્ત્રી પક્ષે બહાર નહિ કરનારી છતાં ગુપ્ત પ્રચારવાળી, વાંકી ગતિવાળી, દુરશીલ પણ પક્ષે છેવોને સંહાર કરવાવાળી, સાપણની માફક દુરાચારી સ્ત્રીઓને વિવેશ પુરૂષાએ સંગ મૂક જોઈએ.
આ પ્રમાણે સ્ત્રીના સ્વરૂપનું સ્વાનુભવવાળું કથન કરી, સંસારથી વિરક્ત થયેલા તે અમિતતેજ વિધાધર રાજાએ વિજયકુમારને જણાવ્યું.
પુત્ર ! શીળવતીના હરણ કરવારૂપ નિંદનીય કર્તવ્યથી અને તારી પાલક માતા રત્નાવળીના દુરાચરણથી મને ઘણું લજજા અને 'ઉદ્વેગ થયેલ છે. તેમજ તાત્વિક દષ્ટિથી વિચાર કરતાં આ સંસાર મને દુઃખરૂપ ભાસે છે. આત્મપરાયણ થઈ, શાંતિપદ મેળવવું તે મારું ખરૂં કર્તવ્ય સમજાય છે. માટે આ મારી પટ્ટદેવી અને આ રાજ્યને હું નિરંતરને માટે અત્યારે ત્યાગ કરું છું. તે રાજ્ય તને સંપું છું. તું તેને સ્વીકાર કર.
પાલક પિતાના આવાં વેરાયગર્ભિત વચન સાંભળી વિજયકુમારે જણાવ્યું. પિતાશ્રી ! આપ કહે છે તેજ સંસાર દુઃખમય
For Private and Personal Use Only