________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૭)
શું કરે ? પોતાના પરાભવથી ખેદ પાની રાજા ચિ’તવવા લાગ્યા, સૈન્ય, સપત્તિ, શસ્ત્ર, અને મહાન્ બળ છતાં, હા! હા ! જળક્રિડામાં પરાધીન પ્રમાદી થવાથી હું આ પરાભવ પામ્યું છું. કહ્યું છે કેઃधाउन्वाय रसायण जंत वसीकरण खन्नत्राएहिं ॥ कीला वसेण तहा गरूयावि पडंति गुरुयवसणे ॥
१ ॥
ધાતુર્વાદ, રસાયણુ, જંત્ર, વશીકરણ, ખન્યવાદ તેમજ ક્રિડાને વશ થયેલા ઉત્તમ પુરૂષો પણ મહાન વ્યસનમાં આવી પડે છે.
અથવા “આ તારી પુત્રી સાધ્વી થશે ” આવું ધ` સંગતિવાળુ' કુળદેવીનું વચન મેં નહિ માન્ય કરતાં પુત્રીને વિવાહ શરૂ કર્યાં. તેથીજ આવા દુ:ખતા નિર્ધાત્ અકસ્માત્ મારા ઉપર આવી પડયા જણાય છે.
કેટલાક વખત શાચ કરી રાજાએ વિજયકુમારને જણાવ્યુ, વત્સ ! તું પ્રબળ પરાક્રમી છે તેમજ આકાસગમન કરવાનું તારે સ્વાધીન છે, માટે વિલંબ નહિ કરતાં મારી પુત્રીની શુદ્ધિ નિમિત્તે તે વિદ્યાધરતી પાછળ તું હમણાં જ જા.
વિજયકુમારે હાથ જોડી નમ્રતાથી જણાવ્યું. મહારાજા ! પાંચ દિવસની અંદર રાજકુમારીને પાછી ન લાવી આપુ તેા, નિશ્ચે મ ચારિત્ર અંગિકાર કરવું. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી, હાથમાં ખડૂગ લઇ, તે વિદ્યાધરની પાછળ આકાશ માર્ગ તરફ વિજયકુમાર જવા લાગ્યું.. આગળ ચાલતાં આ વિમળ પર્યંત પર તે વિધાધર તેના જોવામાં આવ્યેા. આપસમાં મહાન યુદ્ધ થયું. તિક્ષ્ણ ખડ્ગના પ્રહારથી વિદ્યાધરને મુગટ કુમારે નીચે પાડયા, કુમારને મહા બલવાન જાણી રાજકુમારી - હી જ મૂકી તે વિધાધર કિકિધ ગિરિના શિખર તરફ ચાલ્યા ગયે. કુમાર પણ આમના વશથી તે વિદ્યાધરની પાછળ પડયે!, અને ઘણા વેગથી તે પાહાડપર વિધાધરને જઈ મન્યેા. તે પાહાડપર યુદ્ધ કરતાં પાંચ દિવસ થયા. પાંચમે દિવસે ધણી મેહનતે કુમારે તે વિધાધરને
For Private and Personal Use Only