________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૬)
લક્ષ્મીના નિવાસ તુલ્ય મગધ દેશમાં રાજગૃહી નગરી છે. ત્યાં જયચંદ્ર નામનો પ્રતાપી રાજા રાજ્ય કરતો હતો. તેને કમલાવતી નામની પટરાણી હતી. તે પટરાણીની કુક્ષીથી વિજયચંદ્ર અને ચંદ્રસેન નામના બે પુત્ર થયા. આ બન્ને રાજકુમારો સ્વભાવથી જ પરસ્પર ઈર્ષાળુ હતા. એક દિવસે સીમાડાની નજીકમાં રહેનાર બળ નામના સામંત રાજાએ, જયચંદ્ર રાજાના સન્મુખ બળ ઉઠાવ્યો. તે સમાવી દેવા માટે, મોટું સૈન્ય આપી રાજાએ યુવરાજ વિજયચંદ્રને મોકલ્યો. આપસમાં દારૂણુ યુદ્ધ થયું તે યુદ્ધમાં હાર પામી વિજયચંદ્ર પાછો ફર્યો. સ્વાભાવિક રીતે યુવરાજ પર મત્સર ધરનાર ચંદ્રસેનને, તેના ઉપર વિશેષ ઈર્જા ઉત્પન્ન થઈ. તત્કાળ તે રાજા પાસે ગયો અને ઘણું નિબંધથી (આગ્રહથી) સામંતરાજા ઉપર ફરી ચડાઈ લઈ જવા માટે પોતે વિજ્ઞપ્તિ કરી. રાજાએ તેને આગ્રહ જાણ, બળ સમાવવા નિમિત્તે મોટું સૈન્ય આપી તેને (ચંદ્રસેનને ) મોકલ્યો. પ્રબળ પ્રયત્ને યુદ્ધ કરતાં ઘણી મહેનત તે સામંતરાજાને હરાવી જીવતે પકડી લીધે; અને તેને બાંધીને રાજા પાસે લાવી મૂકે.
જયચંદ્ર રાજાને આથી ઘણે અંતિષ થયો. તેણે ચંદ્રસેનને ઘણે સત્કાર કર્યો અને ઘણું હર્ષથી તેને યુવરાજ પદવી આપી.
વિજયચંદ્ર કુમાર પિતાને પરાભવ થયે જાણ ઘણું દુઃખી થશે. રાજયમાં રહી પરાભવ સહન કરવું તેના કરતાં વનવાસનું સેવન કરવું તે તેને રેગ્ય લાગ્યું. તત્કાળ રાજ્યભૂમિને ત્યાગ કરી, પરદેશમાં અને વનાદિકમાં પરિભ્રમણ કરવા લાગે. દેશાંતરમાં પરિભ્રમણ કરતાં કીધર નામના આચાર્યને સમાગમ થયો. તેમના સમાયોગથી ધર્મોપદેશ પામી, સંસાર આવાસથી વિરકત થઇ તેણે ચારિત્ર અગીકાર કર્યું. અનુક્રમે જ્ઞાનાભ્યાસ કરતાં તે સમસ્ત શ્રુતજ્ઞાનને પારગામી થયું. તેને યોગ્ય જાણી આચાર્યપદ આપી આચાર્યશ્રીએ જ્ઞાનદાનના સંબંધમાં તેને આ પ્રમાણે શિક્ષા આપી..
For Private and Personal Use Only