________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૯). થી વિપરીત તેટલાજ પ્રેમથી પ્રયત્ન કરવો. તેમ કરવાથી કમ નિર્જતાં વાર નહિ લાગે.
ઇત્યાદિ જ્ઞાનાવરણીય કર્મથી છુટવાને ઉપાય ગુરૂમુખથી સાંભળી, વિધિપૂર્વક ગૃહસ્થધર્મ અંગિકાર કરી, આચાર્યશ્રી આદિને નમસ્કાર કરી અનંગદ ઘેર આવ્યા. ગુરૂશ્રી પણ અન્ય સ્થળે. વિહાર કરી ગયા.
ગુરૂ મહારાજે બતાવ્યા પ્રમાણે જ્ઞાનનું સમ્યક આરાધના કરી. અવસરે શ્રીગુપ્ત આચાર્ય પાસે તેણે સંયમ ગ્રહણ કર્યું તીવ્ર તપશ્ચર્યા અને ચારિત્રમાં આદર કરતાં તે વિશેષ પ્રકારે જ્ઞાનીઓનો ભક્તિ કરવા લાગ્યા. જ્ઞાનાભ્યાસમાં પ્રયત્ન કરતાં, જ્ઞાનાવરણીયાદિ કર્મને
યોપશમ થતાં તેને ૫દાનુસારણીલબ્ધી ઉત્પન્ન થઈ. ગુરુશ્રીએ તેને આચાર્ય પદપર સ્થાપન કર્યો.
પાંચ પ્રકારના પ્રમાદ રહિત, પાંચ આચાર પાળવામાં ઉજમાળ થઈ, પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં અનેક જીવોને તે પ્રવર્તાવવા લાગે. - જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી પિતાને જે કઈ અનુભવ કરવો પડયો હતો તે વાત સ્મરણમાં રાખી; અજ્ઞાનતાથી રીબાના દુઃખી થતા જીવને જ્ઞાનનેત્ર આપી, નિવણને માર્ગ ખુલ્લી રીતે બતાવી આપે. અજ્ઞાન અંધતાથી સંસારરૂપી અટવીમાં પરિભ્રમણ કરતાં અનેક જીવોને જ્ઞાનને આપી મોક્ષમાર્ગના પથિક બનાવ્યા.
અનુક્રમે ક્ષપકશ્રેણિ આરુઢ થઇ, ઘાતિકર્મ ખપાવી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. કેવળજ્ઞાન પામ્યા પછી પણ અનેક જીવોને પ્રતિબોધ આપી અને અનંગદત્ત કેવીએ શાશ્વતસ્થાન અલંકૃત કર્યું.
સુદર્શના! આ પ્રમાણે જ્ઞાનદાનના સંબંધમાં દષ્ટાંત સહિત શાનદાનને પરમાર્થ મેં તમને જણાવ્યું
આ સાંભળીને તમારે પણ તમારી શક્તિ કે યોગ્યતાનુસાર, જ્ઞાનદાન આપવામાં પ્રયત્ન કરો. ગુરુમુખથી શ્રવણ કે પઠન કરેલ
For Private and Personal Use Only