________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૫ મું. - એઅભયદાન,
अमेध्य मध्य कीटस्य सुरेंद्रस्य सुरालये । समाना जीविताकांक्षा तुल्यं मृत्युभयं द्वयोः॥१॥
વિષ્ટામાં રહેલા કીડાને તથા દેવલેમાં રહેલા અદ્રને, બન્નેને જીવવાની ઇચ્છા સરખી છે; તેમજ મરણને ભય પણ બનેને એક સરખેજ છે. ૧
જીનું મરણના ભયથી રક્ષણ કરવું તે અભયદાન કહેવાય છે. અભય એ જ દયાનું મૂળ છે. અને દયા તે ધમ છે; આ વાત જગત પ્રસિદ્ધ છે. સર્વ જીવોને જીવિતવ્ય ઇષ્ટ છે. દુઃખી છોને પણ, પિતાના જીવિતવ્ય ઉપર જેટલો પ્રેમ હોય છે તેટલો પ્રેમ સ્ત્રી, પુત્ર, બાંધવ કે લક્ષમી ઉપર હેતો નથી. બળ, રૂ૫ અને શરીરની દતામાં ત્રણ ભુવનથી પણ જેઓ અધિક બળવાન થાય છે તે અભયદાનનું જ પરિણામ છે. જીવિતવ્યને માટે પિતાનું રાજ્ય મૂકી દે છે. એક વિષ્ટાને કરડે તે પણ મરવું નહિ પસંદ કરતાં અધિક જીવવાને ઇચ્છે છે.
ધનવાન અને નિર્ધન, દુઃખીયાં, અને સુખીયાં, બાળ અને વૃદ્ધ સર્વને પ્રાણું હાલાં છે, માટે સર્વ પ્રયને પ્રાણીનું રક્ષણ કરવું.
જેઓ આંધળા, પાંગળા, કાણા, મુંગા, હીન અંગવાળા, ખરી, પડેલ આંગળાવાળા, હાથ-પગ વિનાના, અને સડી ગયેલ નાસીકાવાળા, દેખાય છે તે સર્વ જીવહિંસાનું જ પરિણામ છે.
For Private and Personal Use Only