________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૫)
જ્ઞાનદાન આપવાવાળા મહાત્મા પુરુષે, છનશાસનને ઉદ્ધાર કર્યો એમ કહી શકાય છે. તેઓના આત્મા સામાન્ય જીવોથી શ્રેષ્ઠ પદ પામે છે. દુનિયામાં તેઓની અમર કીતિ ફેલાય છે. જીનેશ્વરેએ જ્ઞાનને જનધર્મની મુખ્ય ધુરા સમાન ગયું છે.
સમ્યફ જ્ઞાનથી તત્વને જાણી, બાર પ્રકારનાં પ્રબળ તપ વડે કરાશીનો ક્ષય કરી છે નિર્વાણપદ પામે છે. જેઓ તીર્થકરેએ કથન કરેલું જ્ઞાનદાન, કરૂણાબુદ્ધિથી જીવોને આપે છે તેઓને ધન્યવાદ ઘટે છે. તેઓને નમસ્કાર થાઓ. તેઓની નિર્મળ શક્તિ દુનિયામાં ફેલાઈ છે અને તેઓને માનવ જન્મપણ કૃતાર્થ .
કોઈપણ મનુષ્ય કુલ, રૂપ, બળ, કાંતિ અને ધનાદિથી રહિત હેય; છતાં સમ્યફ જ્ઞાનથી વિભૂષિત હેય તે તે આ દુનિયામાં સર્વ સ્થળે સદાને માટે પૂજાને લાયક છે.
ધન વિનાને દાન કયાંથી આપે? શરીરની શકિત સિવાયના જીવ તપશ્ચર્યા કેવી રીતે કરી શકે? માટે થોડું પણ ઘણું ફળ આપનાર જ્ઞાનદાન અવશ્ય આપવું.
દર્શન અને ચાસ્ત્રિથી ભ્રષ્ટ થયેલા છવો જ્ઞાનથી તે બન્નેને પાછે ઉદ્ધાર કરે છે; પણ જ્ઞાન વિનાને જીવ તે બને મેળવી શકતો નથી. માટે ધમાંથી છએ નિરંતર જ્ઞાનનું દાન આપવું. જ્ઞાની પુરુષોને આશ્રય કરે, અને સદા જ્ઞાનની ભક્તિ કરવી. વિશેષ શું કહેવું? જ્ઞાનદાનથી અનંગદત્તની માફક નિર્મળ કેવળજ્ઞાન પામી, મેક્ષસુખ પણ મેળવી શકાય છે.
- અનંગદત્ત સુદર્શના-ગુરૂછી અનંગદત્ત કોણ હતો અને તેણે જ્ઞાનદાન કેવી રીતે આપ્યું ?
વિજયકુમાર મુનિ-સુદર્શના! તે વૃત્તાંત હું તમને જણાવું છું.
For Private and Personal Use Only