________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૬)
દષ્ટિ નિરખતી જાણી તેની સખી વિજયાએ માર્મિક શબ્દમાં -હાંસી કરી, પોતાના પિતાશ્રી આદિથી લજા પામી રાજકુમારી સભામાંથી તરતજ પિતાના આવાસ મંદિરમાં આવી. - રાજકુમારીને, વિજયકુમાર ઉપર સરાગભાવ જાણી રાજાએ તરતજ વિજયકુમારને તે કન્યા વચન માત્રથી આપી અને તેના લગ્ન માટે વિવાહ મહોત્સવ શરૂ કરાવ્યું.
આ વખતે વસંતઋતુ પૂર જોશમાં ચાલતી હોવાથી, તેને અનુભવ થાય. અથવા આનંદ લેવા માટે રાજા પરિવાર સહિત પુષ્પકરંડ નામના ઉધાનમાં આવ્યો. સર્વ પરિવાર સ્નાન ક્રિયાદિ વિવિધ પ્રવૃત્તિમાં ગુંથાયે હતો તે અવહરે વિજયકુમારનું રૂપ ધારણ કરી એક વિદ્યારે શીળવતીનું હરણ કર્યું.
આ વિજયકુમાર જ છે, એમ જાણું શીળવતીએ જણાવ્યું. એ ઉત્તમ પુરૂષ! તમે મારી હાંશી નહિ કરો. મારા પિતાશ્રી આદિ સર્વ પરિવાર અને નજરે જુવે છે અને તેથી મને ઘણું લજ્જા આવે છે, માટે મને તત્કાળ મૂકીદે.
આ પ્રમાણે શાળવતીના શબ્દો સાંભળતાં, અને વિજયકુમારને પાસેની બાજુમાં ક્રિડા કરતો દેખી સંબ્રાંત થયેલો તેને સખી વર્ગ તકાળ બુમ પાડી ઉઠયો કે, દોડે, દોડે. શીળવતીનું હરણ કરી કઈ પુરૂષ આકાશમાર્ગે ચાલ્યો જાય છે.
આ શબ્દો સાંભળતાંજ રાજા સ્નાનાદિ ક્રિડાનો ત્યાગ કરી, હાથમાં ખગ લઈ ક્રોધથી આમતેમ દોડવા લાગ્યા. તેમજ બીજા સુભટે પણ ક્રિડાનો ત્યાગ કરી યુદ્ધ કરવા માટે હથીયારે સજજ કરી, પૃથ્વી પીઠ પર હથીયારોનું આસ્ફાલન કરવા લાગ્યા.
શીળવતીનું હરણ થયું જાણું, સહસા વજપાત થયો હોય તેમ ખિત થયેલ પરિવારને હાહારવ વાળા કળાહળ ઉછળવા લાગ્યા.
આકાશચારી વિધાધરની સાથે, શુરવીર પણ પાદચારી રાજ
For Private and Personal Use Only