________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૪)
રાણ રત્નાવળી, કામમાં આસક્તિવાળી છે, માયાથી ભરપુર છે, કડ કપટના નિધાન સરખી છે અને ન્યાય, લા તથા કરૂણ રહિત
છે. તો મારે સર્વ પ્રયત્નથી તેનો સદાને માટે ત્યાગ કર એ જ કલ્યાઅણકારી છે. તેમ કરવાથી પાલક પિતા સાથે પણ વિરોધમાં ઉતરવાને પ્રસંગ નહિ આવે. ઇત્યાદિ નિશ્ચય કરી એજ વખતે પિતાનું ખગ લઈ નિરંતરને માટે તે નગરીને ત્યાગ કરી વિજયકુમાર આકાશ માર્ગે ચાલી નીકળ્યો. રસ્તામાં અનેક ગ્રામ, નગર, પુર, પટ્ટણ અને ગિરિ, સરિતાદિ નિહાળતો ક્ષણાર્ધમાં કુણલા નગરી આવી પહોંચ્યો.
આકાશમાં રહી રાજમહેલ તરફ નજર કરતાં, શકાશમાં રહે. લી પોતાની માતા કમલશ્રી તેના દેખવામાં આવી. વિજયકુમાર આકાશ માર્ગથી નીચે ઉતરી રાજમહેલમાં આવ્યું. અને “હું તમારો બાળપણને વિયોગી પુત્ર છું ” વિગેરે હકીકત જણાવી માતા પિતાને તેને નિશ્ચય કરાવી આપે.
રોમાંચ વિકાસી થવા વિગેરે અનેક શુભ નિમિત્તોથી પિતાને જ પુત્ર છે, તેમ જાણે માતા, પિતાદિ કુટુંબમાં આનંદને પાર ન રહ્યો. કુમારે માતાપિતાદિને નમસ્કાર કરી ચરણમાં નમી પડ્યો, માતાએ પુત્રને મસ્તક પર ચુંબન કરી, હર્ષાથી વિગી પુત્રના શકને દૂર કર્યો.
હર્ષિત હૃદયથી આહવમલ રાજાએ પુત્રનું સર્વવૃત્તાંત અથથી ઇતિપર્વત પૂછ્યું. રાજકુમારે પિતાનું આંહી આવવા પર્યતનું સર્વ વૃત્તાંત માતાપિતાદિ આગળ કહી સંભળાવ્યું.
પિતા, પુત્ર ઘણું લાંબા વખતના વિયોગને દૂર કરી અપૂર્વ આનંદ અનુભવી રહ્યા હતા. એ અવસરે એક દૂત આવી રાજાની પાસે ઉભો રહી કાંઈક નમ્રતાથી આહવમલ્લ રાજાને કહેવા લાગ્યો. સ્વામીન
અયોધ્યા નગરીના મહારાજા જયવમે રાજાએ આપને સેવા કરવા નિમિત્તે તરત બેલાવ્યા છે માટે આપ નિર્વિલંબે પધારે.
દૂતનાં વચને સાંભળતાં જ ભયંકર ભ્રકુટી ચડાવી વિજયકુમાર
For Private and Personal Use Only