________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૨) કરી તિરસ્કારજનક આકારને ગોપવી વિજ્યકુમાર રાણીને જણાવ્યું.
રાવળી! મને તમે હમણાં વિધા આપે.
ભવિષ્યની મેટી આશાથી રાવળએ પિતાની પાસે જેટલી વિધાઓ હતી તે સર્વ વિધિ સહિત વિજ્યકુમારને આપી. સર્વ વિધાઓ લીધા પછી વિજ્યકુમારે રત્નાવળીને જણાવ્યું. અમ્મા! આજ પર્યત મેં તમને અમ્મા (મા) પણે માન્યાં છે. પુત્રપણે બાલ્યાવસ્થાથી આજપર્યંત તમે મને ઉછેરેલો હોવાથી તમે મારી માતા છે. બીજી તરફ વિચાર કરૂં છું તો આપના પ્રસાદથી આ સર્વ વિધાઓ મેં જાણું છે. તો આજથી વિશેષ પ્રકારે તમે મારા ગુરૂશ્રીને સ્થાને છે. - માતાજી ! કદાચ આપના આ અસદ્દભાવને કે દુશ્ચરિત્રને મારા પિતાશ્રી જાણશે તો મહાન અનર્થ થશે, એટલે તેઓ ન જાણે તે પહેલાં જ આપ આ અધ્યવસાયથી વિરામ પામે-પાછાં હો.
વિજ્યકુમારનો દઢ નિશ્ચય જાણું, પિતાનો સ્વાર્થ સિદ્ધ ન થવાથી વિલખી થયેલી રાણીએ પિતાને પાસે ઉલટાવ્યા. તિરસ્કારની દષ્ટિથી વિજયકુમાર સન્મુખ દેખી તેણુએ જણાવ્યું વિજ્યકુમાર ! કામી! મારી પાસે તેની નીચે પ્રાર્થના તું ન કર. કેમકે તું મારે પુત્ર છે. મેં તને પાળીને મેટે કર્યો છે. અથવા તારો શું દોષ છે? જેવું કુળ તેવું જ મનુષ્યનું શીળ હોય છે. આ ન્યાયથી તું કઈ અકુલીન દેખાય છે, નહિતર માતાની પાસે આવી વિષયની પ્રાર્થના કરેજ કોણ?
રાણી રત્નાવળીનાં આ વચનોથી વિજ્યકુમારને મોટું કુતુહળ. થયું. તે વિચારવા લાગ્યો અહા ! કામમાં આસકત થયેલી માયાવી સ્ત્રીઓ એવું કઈ અકાર્ય નથી કે તે ન કરે. લંપટ સ્ત્રીઓ ધનનો નાશ કરે છે અને પિતાના પ્રિયતમ પતિને પણ મારી નાખે છે. પુત્રની પણ અભિલાષા કરે છે. અને અભક્ષનું પણું ભક્ષણ કરે છે..
For Private and Personal Use Only