________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૦)
કુમારને નાના પ્રકારની ક્રિડામાં તત્પર દેખી, રત્નાવળી રાણીના મને મંદિરમાં કામાગ્નિ સળગવા લાગ્યા.
પુત્રપણે પાળીને મોટા કરેલા છે. છતાં, વિજયકુમારનુ ઉગ્ર સૌભાગ્ય અને લાવણ્યામૃતથી પરિપૂર્ણ ઉત્કટ તારૂણ્ય જોતાં રાણી તે સર્વ ભાન ભૂલી ગઇ. ખરી વાત છે કે, વિષયની અધિકતા તે કુલીનતા માટે, શીયળની મલીનતા માટે, ચારિત્રની શીથિલતા માટે, સ્નેહી પતિના વિનયની મંદતા માટે, દુતિ નગરીના પથ માટે, સુગતિના વિરોધ માટે અને અવિવેકની ઉત્પત્તિ માટે થાય છે.
અ
વિજયકુમાર એકાંતવાસમાં ખેા હતેા, ત્યાં રત્નાવળા રાણી તેની પાસે આવી. લજ્જા અને મર્યાદાને મૂકી સરાગ વચને કરી તેણીએ જણાવ્યુ. વિચક્ષણુ ! હું તારી પાસે કાંઇ પણ ખાલી જાણતી નથી, તથાપિ હૈ બુદ્ધિમાન ! સદ્ભાવવાળી પ્રેમની લાગણીથી હું તને કાંઈક કહેવા માગું છું. તેનું એકાગ્ર ચિત્તથી શ્રવણુ કર.
વિચક્ષણ પુરૂષનુ આ લક્ષણ છે કે, આત્મહિત આચરણુ કરતાં મનુષ્યેાના અપવાદથી તે ખીલકુલ ડરતા નથી. અસાર પદાયમાંથી પણ સાર ગ્રહણ કરે છે.કાઈની પ્રાર્થનાના ભંગ કરતા નથી. દાક્ષિણ્યતાના સમુદ્ર તુલ્ય હાય છે અને રવાને એક બાજુ મૂકી પરંતુ કાય કરવામાં સ્વભાવથીજ તત્પર રહે છે. રાજકુમાર ! ભુવનમાં તિલક તુલ્ય સુરમ્ય નગરીની દુર્લ`ભ રાજ્યલક્ષ્મીની સુખ સંપત્તિ તને પ્રાપ્ત થાય તેવી મારી ઈચ્છા છે. તે ઇચ્છા મારા વચનાનુસાર પ્રવૃત્તિ કરવાથી તને મળી શકે તેમ છે. મનુષ્યત્વના સાર એ છે કે, રાગરહિત સુ ંદર શરીરની પ્રાપ્તિ થવી, ધનને સાર એ છે કે, પેાતાના ભોગપભાગમાં તેને ઉપયેગ કરવા અને દાન આપવું. તેવી રીતે આ નવ યૌવનને સાર એ છે કે, પ્રિયતમ યાને વ્હાલા મનુષ્યના સંયોગ થવા.
રાજકુમાર ! મારા કહેવાના પરમાથ તું સમજ્યેા હાશ, છતાં
For Private and Personal Use Only