________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૧) -સ્પષ્ટ રીતે હું તને સમજાવું છું કે, તું મારે પુત્ર નથી. એ ચેક્સ નિર્ણય સમજજે,
વિજયકુમાર-શું હું તમારે પુત્ર નથી ? રત્નાવળી-નહિ, નહિ. બીલકુલ નહિ. વિજયકુમાર-ત્યારે હું કોને પુત્ર છું ?
રસ્ત્રાવળી-કુણુલા નગરીને આહવમલ નામે રાજા, તે તારો પિતા છે અને તેની કમળથી નામે પટ્ટરાણી તે તારી માતા છે. બાળ અવસ્થામાં જ તારૂં અપહરણ કરીને મારા પ્રિયતમ તને અહીં લઈ આવ્યા છે. માટે જ હું તને કહું છું કે, તું મારું વચન અંગીકાર કર.
તારા સૌભાગ્ય, રૂ૫ અને યૌવનને મારા સંગમનું સુખ આપી તું સફળ કર. તેમ કરવાથી હું તને અનેક શક્તિવાળી વિદ્યાઓ આપીશ. તે પ્રબળ વિંધાના પ્રભાવથી આ સુરમ્ય નગરીમાં વિધાધરને ચક્રવત્તિ રાજા તું થઈ શકીશ. માટે મારી પાસેથી વિદ્યાઓ લઈ વિધાધરના ચક્રવતિપણાનો અને મારી સાથેના વિષય સુખનો તું ઉપભેગ કર.
આ પ્રમાણે રાણી રત્નાવલીનાં વચન સાંભળી કંદર્પને જીતવાવાળો વિજ્યકુમાર લજજા અનલથી સંતપ્ત થઈ આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો. આ રાણીએ આટલા વખત પર્યત અને પુત્રપણે પાળીને મેટ કર્યો છે, અને આજે આવા અકાયને વિચાર કરે છે. અહા ! સ્ત્રીઓના આવા નીચ સ્વભાવને ધિક્કાર થાઓ. ધિક્કાર થાઓ.
આ અકાર્ય માટે રાણી અને વિદ્યાની અને રાજ્યની લાલચ આપે છે. રાજ્યની મને કાંઈ દરકાર નથી. પણ તેની પાસે ઉત્તમ વિધાઓ છે. જે વિદ્યાઓ મને આજ પર્યત મળી નથી તે વિદ્યાઓ મારે તેની પાસેથી પ્રથમ મેળવી લેવી જોઈએ. મોહ કે કામને આધીન, થયેલી તે રાણી અને વિદ્યા આપતાં વાર નહિ કરે. વિદ્યા લીધા પછી મારે મારી મર્યાદાનુસાર તેણી સાથે વર્તન કરવાનું છે. ઈત્યાદિ વિચાર
For Private and Personal Use Only